શિકાર પછી સલમાન જીપ્સીમાં ભાગ્યો હતો, લોકોએ પીછો કરતાં સલમાને બંદૂક બતાવીને ડરાવ્યા.............
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરની કોર્ટે કાળિયારના શિકાર મામલે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે જ્યારે સલમાન ખાન સિવાયના બાકીના તમામ ફિલ્મ સ્ટાર્સ નિર્દોષ છૂટ્યા છે. આ કેસની તપાસ રાજસ્થાનના પૂર્વ વન અધિકારી લલિત બોરાને સોંપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગામલોકોએ બાઇક પર બેસીને ગાડીનો પીછો પણ કર્યો હતો પરંતુ તેઓ અસફળ રહ્યા હતા. સલમાનની જીપ્સીનો ડ્રાઈવર બેફામ જીપ્સી ભગાવીને જતો રહ્યો હતો. બિશ્નોઈ સમાજ માટે કાળિયાર પવિત્ર છે તેથી આ મામલે ભારે હોહા થઈ પછી સાત ઓક્ટોબરના રોજ આ કેસ બોરાને સોંપવામાં આવ્યો.
તેમણે આપેલી વિગતો પ્રમાણે ગુડા બિશ્નોઇના લોકોને ગામની આસપાસ એક મારૂતિ જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી. થોડી વાર પછી ઘડાકાના અવાજને કારણે લોકો ચોંકી ઉઠ્યા હતા. આ અવાજ સાંભળીને સાક્ષી ઘરની બહાર નીકળ્યો હતો અને બાકીના લોકોને લઇને ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
બોરા પ્રથમ અધિકારી હતા જેમણે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના સેટ પર સલમાન ખાનની ધરપકડ હતી. નોંધનીય છે કે લલિત બોરાએ 2002માં ફોરેસ્ટ સર્વિસ છોડી હતી પણ એ પહેલાં તેમણે સલમાન ખાન સામે એવા મજબૂત પુરાવા એકત્ર કર્યા કે જેના કારણે સલમાન ખાનને સજા થઈ.
ઘટનાસ્થળે તેમણે બે કાળિયારના મૃતદેહો જોયા હતા. એ વખતે જીપ્સી ભાગી રહી હતી. ગામના લોકોએ જિપ્સીનો નંબર નોંધ્યો હતો. ગામ લોકોએ જિપ્સીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સલમાન તેમને બંદૂક બતાવીને ત્યાંથી ભાગી ગયો હતો.
લલિત બોરાએ કાળિયાર શિકાર મામલે જોડાયેલી વિગતો એક ઈન્ટરવ્યૂમાં આપી હતી. 2 ઓક્ટોબર 1998ના રોજ ગુડા બિશ્નોઇના લોકોએ વન વિભાગની ઓફિસ આવીને બે કાળિયારના શિકાર થયાની વિગતો તેમને આપી હતી. આ શિકાર કરનારા લોકોમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાન પણ હતો તેવું તેમણે કહ્યું.
બોરાની તપાસમાં જાણવા મળ્યું કે, એ જિપ્સી અરુણ યાદવની હતી. યાદવે આ ગાડી એક્ટરને ભાડે આપી હતી. અરુણ યાદવના કહેવા અનુસાર, જિપ્સીને હરિશ દુલાની ડ્રાઇવ કરી રહ્યો હતો જે આ કેસમાં મુખ્ય સાક્ષી હતો. તપાસ પૂરી થયા બાદ દુલાની વર્ષો સુધી ગુમ રહ્યો. જેનાથી કેસ વધુ નબળો પડતો ગયો.
સલમાનના કેસ સંબંધમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં લલિત બોરાએ જણાવ્યું હતું કે, તેમને ડર હતો કે, સલમાન સામેના બાકીના બે કેસની જેમ આ કેસમાં પણ તેમના દ્ધારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા કોર્ટ ફગાવી દેશે. સદનસીબે કોર્ટે સલમાનને દોષિત જાહેર કરતાં તેમનો ડર ખોટો સાબિત થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -