સલમાન માટે ઘરવાળાઓએ કેન્ટીમાં કેમ જમા કરાવ્યા 400 રૂપિયા? વહેલી સવારે જેલમાં સલમાનને કોણ મળ્યું? જાણો વિગતે
જેલમાં સલમાન ખાન મોડી રાત સુધી જાગતા રહ્યા અને તેણે બેરેકની બહાર ફરતા જોવા મળ્યા. રાત્રે સલમાને જેલમાં આપવામાં આવેલ ખાવાની ના પાડી દીધી હતી. રાત્રે તેને બોજનમાં ચણાની દાળ, શાક અને રોટલી આપવામાં આવી હતી. જણાવીએ કે સલમાનના પરિવારે જેલની કેન્ટીમાં 400 રૂપિયા જમા કરાવ્યા હતા જેથી તે પોતાની પસંદનો નાસ્તો ઓર્ડર કરી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ જેલની પ્રથમ રાતે બેચેનીમાં પસાર કર્યા બાદ સલમાન ખાન સવારે વહેલા ઉઠી ગયા હતા. સવારે અંદાજે 8 વાગે તેને મળવા તેનો બોડીગાર્ડ શેરા પહોંચ્યો હતો. આજે કોર્ટનમાં તેની જામીનની સુનાવણી થઈ, પરંતુ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. અને હવે આવતી કાલે કોર્ટ પોતાનો નિર્ણય આપશે. જેના કારણે સલમાન ખાને વધુ એક રાત જેલમાં કેદી નંબર 106 બનીને વિતાવવી પડશે.
સવારે સલમાન ખાન વહેલા ઉઠી ગયા હતા. સવારે 7-30 કલાકે તેને નાસ્તામાં દલિયા આપવામાં આવ્યા તો તેણે ખાવાની ના પાડી દીધી. સલમાને કેન્ટીનથી દૂર અને બ્રેડનો નાશ્તો ઓર્ડર કરીને મંગાવ્યો. સલમાન ખાને રાત્રે જેલના કપડા પહેરાવની પણ ના પાડી દીધી. સલમાને આખી રાત એ જ કપડામાં કાઢી જે કપડામાં તે કોર્ટ આવ્યા હતા. અહેવાલ અનુસાર જેલમાં આવતા જ સલમાનનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. પરંતુ અડધા કલાક બાદ તે નોર્મલ થઈ ગયા હતા.
નવી દિલ્હીઃ 5 એપ્રિલે કાળિયારના શિકારના મામલે કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી છે. સજા બાદ સલમાન સુધી જ જોધપુર સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવ્યો હતો. સલમાનને કેદી નંબર 106 મળ્યો છે અને તેને બેરેક નંબર 2માં આશારામની સાથે રાખવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -