કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જામીન, ચાર્ટર્ડ પ્લેનથી પહોંચ્યો મુંબઈ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુનાવણી દરમિયાન સરકારી વકીલ બિશ્નોઇએ સલમાન ખાનના જામીન પર વિરોધ કર્યો હતો. સલમાનના વકીલ મહેશ બોડાએ કહ્યું કે, સલમાનને અન્ય કેસમાં જામીન મળતા રહ્યા છે તો આ કેસમાં પણ તેને જામીન મળવી જોઇએ. આ અગાઉ સલમાન ખાનના અન્ય વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે, સલમાન નિર્દોષ છે અને આખા કાંકણી ગામને મેનેજ કરવામાં આવ્યા છે. સલમાન ખાનને જોધપુર જેલમાં મળવા માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી હતી.
સલમાન ખાનને જામીન મળ્યાના સમાચાર આવતા તેના ચાહકોમાં ખુશી જોવા મળી હતી. તેના ચાહકોએ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી હતી.સેશન કોર્ટના આ આદેશની કોપની સીજેએમ અદાલતમાં મોકલવામાં આવશે ત્યારબાદ સલમાન ખાનને મુક્ત કરવાનો આદેશ જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. સલમાન ખાનના વકીલે જણાવ્યું કે, સત્ર ન્યાયાધીશ રવિન્દ્ર કુમાર જોષીની અદાલતે 50 હજારના બોન્ડ પર અને 25 હજારના બે સ્યોરિટી બોન્ડ પર સલમાનને જામીન આપ્યા હતા. બિશ્નોઇ સમાજ આ ચુકાદાના વિરોધમાં હાઇકોર્ટમાં અપીલ કરશે.
નોંધનીય છે કે સલમાન ખાનને આ કેસમાં દોષીત ઠેરવી પાંચ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. સલમાન ખાન કોર્ટની મંજૂરી વિના વિદેશ જઇ શકશે નહીં. તે સિવાય સલમાન ખાને 7 મેના રોજ કોર્ટમાં હાજર રહેવું પડશે.
જોધપુરઃ કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જોધપુર કોર્ટે જામીન આપી દીધા છે. સલમાન ખાનને 50 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત કરતા સલમાન એરપોર્ટથી વિશેષ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ પહોંચ્યો હતો. સલમાન જેલમાંથી બહાર નિકળતા જતેની ગાડીઓના કાફલા પાછળ હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -