સલમાન ખાન હવે વધુ એક સ્ટાર પુત્રીને કરશે લોંચ, શાહરૂખની પુત્રીની છે બેસ્ટ ફ્રેન્ડ, જાણો વિગત
હાલ ઘણા સ્ટાર કિડ્ઝ બોલીવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. શ્રીદેવીની પુત્રી જાહ્નવી અને સૈફ અલી ખાનની સારા તો ખાસ ચર્ચામાં છે. આ યાદીમાં એક વધુ નામ ચંકી પાંડેની પુત્રી અનન્યાનું ઉમેરાયું છે, અને તેને સલમાન ખાન લોન્ચ કરે તેવી ચર્ચા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે અનન્યા અને શાહરૂખની પુત્રી સુહાના મિત્રો છે.
અનન્યા ગ્રેજ્યુએશન બાદ હાલ તો રજાનો આનંદ માણી રહી છે. પરંતુ તે રજા પૂરી થતાં જ એક્ટિંગની તાલીમ લેવાનું શરૂ કરશે. એટલું જ નહીં તેણે બોલીવુડના જાણીતા ફિટનેસ ટ્રેઇનર પાસેથી તાલીમ લેવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત તે મુંબઇમાં ડાન્સની પણ ટ્રેનિંગ લેશે.
૧૮ વરસની અનન્યા હાલ જ ગ્રેજ્યુએશન પુરું કર્યું ત્યાં તો બોલીવૂડમાં ડેબ્યુ કરવાની ચર્ચા થવા લાગી છે. સૂત્રનું કહેવું છે કે અનન્યાને સલમાન ખાન લોન્ચ કરે તેવી શક્યતા છે.
આ બાબતે અનન્યાના પિતા ચંકી પાંડેએ કહ્યું હતું કે, '' હા,અનન્યાને અભિનેત્રી બનવું છે. હું ઇચ્છું છું કે મારો પુત્ર અહાન અને પુત્રી અનન્યા પોતાની કારકિર્દીની પસંદગી કરે અને જાતે જ જીવનમાં સ્થિર થાય.''
સલમાન પોતાના બનેવી આયુષ શર્માને 'રાત બાકી' ફિલ્મ દ્વારા લોન્ચ કરી રહ્યો છે. સાથેસાથે ચંકી પાંડેની પુત્રીને પણ લોન્ચ કરવાની જવાબદારી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -