પ્રોડ્યુસરે એક્ટ્રેસને વોટ્સએપ પર રાત્રે પૂછ્યું, અત્યારે તેં શું પહેર્યું છે? તારો ડ્રેસ ટ્રાન્સપેરન્ટ છે કે નહીં? તેમાંથી શું શું દેખાય છે?
સંધ્યા નાયડુએ પ્રૉડ્યૂસર વિશે વધુ પોલ ખોલતા કહ્યું કે, કામ પતી ગયા પછી પોતે ઘરે જાય ત્યારે પણ વોટ્સએપ પર અશ્લીલ કોમેન્ટ્સનો મારો ચાલુ રહે છે. પોતાની ઈચ્છા ના હોય તો પણ વાત કરવા મજબૂર કરાય છે અને વાત ના કરીએ તો ફિલ્મમાંથી કાઢી મૂકવાની ધમકી અપાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંધ્યાએ પોતાને થયેલો એક ખરાબ અનુભવ વર્ણવતાં કહ્યું કે, એક પ્રોડ્યુસરે તો વોટ્સએપ પર એવો સવાલ પહેર્યો હતો કે, અત્યારે તેં શું પહેર્યું છે? મેં જે પહેર્યું છે તે ટ્રાન્સપેરન્ટ છે? તેમાંથી શું શું દેખાય છે? આ પ્રકારના અનુભવો તો રોજ થાય છે તેમ સંધ્યાએ ઉમેર્યું.
એક્ટ્રેસે ધડાકો કરતાં કહ્યું કે, 'દિવસે સેટ પર મને અમ્મા કહે છે ને રાત્રે સેક્સ માણવા આવવા કહે છે, મેં શું પહેર્યું છે એ પણ પૂછે છે'.
હૈદરાબાદના સ્થાનીય ક્લબમાં થયેલી વૂમન્સ મીટમાં સંધ્યા નાયડુએ પોતાન આપવીત જણાવતા કહ્યું કે, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ દરેક એક્ટ્રેસ આ રીતની શરમજનક ડિમાન્ડનો શિકાર બને છે. કાસ્ટિંગ ડાયરેક્ટરની પોલ ખોલતા સંધ્યાએ જણાવ્યું કે, તેને ફિલ્મોમાં ઉંમરલાયક અને વરિષ્ઠ રૉલ જ મળતાં હતા, પછી તે આન્ટીનો હોય કે માંનો. ડાયરેક્ટર સવાર શૂટિંગ સ્પૉટ પર તે મને 'અમ્મા' કહીને બોલાવે પણ રાત્રે શરમજનક ડિમાન્ડ કરતાં હતા. સાથે એવું પણ દબાણ કરતાં હતા કે તમને રૉલ અપાવશે તો તેમને બદલામાં શું મળશે.?
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના વિરોધમાં સાઉથની એક્ટ્રેસ શ્રી રેડ્ડી ટૉપલેસ થઇને હૈદરાબાદમાં પ્રૉટેસ્ટ કરવા રોડ વચ્ચે બેસી ગઇ હતી. ત્યારબાદ આ કાસ્ટિંગ કાઉચનો મામલો સામે આવ્યો હતો.
વળી, એક જૂનિયર આર્ટિસ્ટે જણાવ્યું કે એક નાનો રૉલ મેળવવા માટે અમે ફિલ્મ નિર્દેશક માટે ઘણુબધુ કરીએ છીએ. સેક્યૂઅલ ફેવરથી લઇને સુંદર દેખાવવા માટે સર્જરી સુધી કરાવીએ છીએ, આટલું કરવા છતાં અમે લોકો કઠપૂતળીની જેમ હોઇએ છીએ.
હૈદરાબાદઃ તેલુગું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અન્ય એક એક્ટ્રેસે પોતાની સાથે પ્રૉડ્યૂસર દ્વારા કરાયેલી શારીરિક માંગ અને અશ્લીલતાને છતી કરી છે. શ્રી રેડ્ડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા સેક્સ્યૂઅલી હેરેસમેન્ટને લઇને ન્યૂડ-ટૉપલેસ થઇને વિરોધ કર્યો હતો. હવે સાઉથની એક્ટ્રેસ સંધ્યા નાયડુએ કહ્યું કે, હું પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છું, મારી સાથે પણ અશ્લીલ માંગો કરાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -