'સંજુ' જોયા બાદ બહેન નમ્રતાએ કહ્યું મને ના ગમ્યા ફિલ્મમાં આ બે રૉલ, જાણો શું કર્યા ખુલાસા
સંજય દત્તની રીયલ લાઇફ પર નમ્રતાએ કહ્યું, સંજયમાં સમયની સાથે બહુજ બદલાવ આવ્યા છે. અમે બહુજ ખરાબ સમય સાથે જોયો છે. સંજુનું જેલ જવું અમારા પરિવાર માટે સૌથી મોટી ઇમોશનલ ટ્રામા હતો. પણ સંજય આઝાદ થયો ત્યારે પપ્પા દુનિયામાં ન હતાં. તે બહુજ ખુશ થતા આજે સંજયને નોર્મલ અને આઝાદ જોઇને.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજય દત્તના મિત્રો પર નમ્રતાએ કહ્યું, સંજુના બહુજ ઓછા સારા મિત્રો રહ્યાં છે. આવામાં ફિલ્મમાં વિક્કી કૌશલની ભુમિકા એક મિત્રની નહીં પણ અનેક મિત્રોની ભુમિકાને એકઠી કરીને બની છે.
માં નરગિસની ભૂમિકામાં મનિષા કોઇરાલાને જોયા બાદ નમ્રતાએ કહ્યું કે, બહુજ મુશ્કેલ છે માતા-પિતાનો રૉલ નિભાવવો. બન્ને જ આઇકૉનિક રૉલ છે. પણ ફિલ્મમાં દર્શકોને આ બન્ને ભૂમિકાઓ પસંદ આવી તે ખુબ સારી વાત છે.
નમ્રતાએ સંજુ ફિલ્મમાં સુનિલ દત્તનો રૉલ પસંદ ના આવ્યો, તેના પર તેમનું કહેવું છે કે મારા પપ્પાની ભુમિકા કોઇ નથી નિભાવી શકતું. તે મારા માટે અને અમારા પરિવાર માટે બહુજ ખાસ છે.
નમ્રતાએ કહ્યું કે ફિલ્મમાં સંજુના ડ્રગ, જેલ સંબંધિત કેટલાય ભાગો બતાવવામાં આવ્યા છે. તે દરમિયાન પાપા સંજુ સાથે હંમેશા ઉભા રહ્યાં, તે સમય પિતાજી માટે ખુબજ મુશ્કેલ હતો. પણ એક ફાઇટરની જેમ બન્નેએ આ ખરાબ સમય સાથે જંગ લડ્યા. પપ્પા અને સંજુ હંમેશા એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની રહ્યાં હતાં.
મારા માટે ફિલ્મ પર કૉમેન્ટ કરવી આસાન નથી પણ છતાં હું જરૂર એ કહીશ કે રણબીરે ભાઇની બાયૉપિકમાં ખુબ સારુ કામ કર્યુ છે.
સ્પૉટબૉયમાં આપેલા ઇન્ટરવ્યૂમાં નમ્રતાએ સંજુ જોયા બાદ સંજય દત્તની રીલ અને રીયલ લાઇફ બન્ને સાથે જોડાયેલા અનેક રાજ ખોલ્યા. નમ્રતાએ જણાવ્યું કે, મે ફિલ્મ જોઇ, આ ફિલ્મમાં સંજય દત્તની જિંદગીના અનેક ભાગો દેખાડવામાં આવ્યા છે. આ ભાગો સાથે પરિવારનું ગાઢ કલેક્શન છે.
મુંબઇઃ સંજુ ફિલ્મએ આજકાલ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મને ફેન્સ અને સેલેબ્સે જબરદસ્ત સપોર્ટ અને પ્રેમ આપ્યો છે. ફિલ્મના દરેકની ભૂમિકાની પ્રસંશા કરી છે, પણ સંજય દત્તની બહેન નમ્રતા દત્ત આ ફિલ્મને જોયા બાદ ફિલ્મના બે રૉલ-ભૂમિકાઓથી ખુશ નથી, એટલે કે તેને બે લોકોના રૉલ પસંદ નથી આવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -