SCએ ફિલ્મ પદ્માવતીની રિલીઝ પર પ્રતિબંધનો કર્યો ઈનકાર, કહ્યું અમે નહીં કરીએ હસ્તક્ષેપ
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ શૂટીંના શરૂઆતથીજ વિરોધનો સામનો કરી રહી છે. કર્ણી સેનાનું કહેવું છે કે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતી વચ્ચે કથિત રૂપે ફિલ્માવવામાં આવી રહેલા લવ સીન પર વાંધો છે. ઈતિહાસ સાથે છેડછાડ કરીને બનાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાં નિર્માતા સંજય લીલા ભંણસાલીએ વીડિયો મારફતે સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે કોઈ રોમેંટિક સીન નથી. ઈતિહાસકારો પણ પદ્માવતીને માત્ર એક કાલ્પનિક ભૂમિકા માને છે.
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવતીની રિલીઝ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે હસ્તક્ષેપ નહીં કરીએ. અરજીને નકારતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેંસર બોર્ડે હજું સુધી પદ્માવતીને સર્ટીફિકેટ આપ્યું નથી. આ એક સ્વતંત્ર મામલો છે અને તેમાં સુપ્રીમ કોર્ટે તેના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ નહીં કરવું જોઈએ. જણાવી દઈએ કે આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થનારી છે. આ ફિલ્મનો સતત વિરોધ થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -