સૌથી વધુ કમાણી મામલે હૉલિવૂડની આ સ્ટાર એક્ટ્રેસ ટૉપ પર, એક પણ ભારતીય અભિનેત્રીને ના મળ્યું સ્થાન
તસવીરો-ઇન્સ્ટાગ્રામ(scarlett.johansson.fc)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટા સોફિયા વેરગારા 294 કરોડની કમાણી સાથે બીજા નંબરે, જ્યારે 35 મિલિયન ડૉલર( લગભગ 250 કરોડ રૂપિયા)ની કમાણી સાથે રીજ વિદરસ્પૂન ત્રીજા નંબરે છે.
ફોર્બ્સે હાલમાં જ સૌથી વધુ કમાણી કરનારા ટૉપ 10 એક્ટ્રસની યાદી બહાર પાડી હતી. આ લિસ્ટમાં ભારતીય અભિનેતાઓમાં માત્ર અક્ષય કુમારનું નામ સામેલ છે. હવે ફૉર્બ્સે દુનિયાની ટૉપ 10 સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓની લિસ્ટ જાહેર કરી છે, પરંતુ આ લિસ્ટમાં એક પણ ભારતીય અભિનેત્રીને સ્થાન મળ્યું નથી.
ફૉર્બ્સની આ લિસ્ટમાં હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાં હૉલિવૂડની એક્ટ્રેસ સ્કારલેટ જોહાનસન સતત બીજી વખત ટોપ પર છે. તેમની વાર્ષિક આવક 56 મિલિનય ડૉલર(લગભગ 400 કરોડ રૂપિયા)ની છે.
34 વર્ષીય જોહાનસને 2018માં 15.5 મિલિયન ડૉલરની કમાણી કરી હતી. જેનું મુખ્ય કારણ એવેજર્સ એન્ડગેમ્સની વૈશ્વિક સફળતા છે. વર્ષની અંદર જોહાનસનની કમાણીમાં લગભગ 141 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -