મુંબઈ: બોલીવુડ સ્ટાર શાહીદ કપૂર અને મીરા રાજપૂતની દિકરીના નામ અંગે ઘણી અટકળો અને ખોટા અહેવાલો આવી ચૂક્યા છે. શાહીદના ફેંસે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી હતી કે કપલે દિકરીનું નામ શામીરા રાખ્યું છે. ફિલ્મફેરમાં આવેલા એક અહેવાલ મુજ શાહીદ-મીરાએ દિકરીનું નામ ફાઈનલ કરી દીધું છે.



જો કે હવે આ બધી અટકળોનો અંત આવ્યો છે કેમ કે આ સ્ટાર કપલે અંતે દિકરીનું નામ જાહેર કરી દીધુ છે. શાહીદ પત્ની મીરા અને પિતા પંકજ કપૂર સાથે અમૃતસર પહોંચ્યો હતો. જ્યાં તેમના ગુરૂ સાથે મળીને તેમણે દિકરીનું નામ નક્કી કર્યુ હતું.

શાહીદ અને મીરાના નામના પહેલા અક્ષરો જોડીને મીશા નામ નક્કી કરવામાં આવ્યું છે. જો કે આ અંગે શાહીદે ઔપચારિક જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે બોલીવુડ કપલ્સમાં પોતાના નામને જોડીને બાળકોના રાખવાનો ટ્રેંડ પ્રિય છે. થોડા સમય પહેલા આદિત્ય ચોપરા અને રાની મુખર્જીએ પોતાના નામના અક્ષરો જોડીને દિકરીનું નામ અદીરા રાખ્યું છે.