મુંબઈ: બિગ બૉસ સીઝન 13ના સમાપન પહેલા ‘મુઝસે શાદી કરોગે’ શોની જાણકારી આપવામાં આવી હતી. આ શો માં બિગ બોસ સીઝન 13ના બે કન્ટેસ્ટેન્ટ શહનાઝ ગિલ અને પારસ છાબડા ભાગ લેવાના છે. ત્યારે શહનાઝના પિતા અને ભાઈએ મુઝસે શાદી કરોગે શોમાં શહનાઝના સ્વયંવર લઈ વિરોધ કર્યો છે.

શહનાઝ ગિલના ભાઈ શહબાઝે ધમકી પણ આપી છે કે લગ્નવાળો શો નહીં થવા થઈએ. શહબાઝે ટ્વિટ કરીને લખ્યું કે, “મિત્રો અમે આ લગ્નવાળો શો નહીં થવા દઈએ. આ માત્ર પ્રોમો જ રહી જશે. અને પારસ સાથે તો બિલકૂલ નહીં કરે.” આ શોનો વિરોધ શહનાઝના ફેન્સ પણ કરી રહ્યાં છે.


મુઝસે શાદી કરોગે શોમાં શહનાઝ ગિલના ભાગ લેવા પર તેના પિતા સંતોષ ગિલે પણ નારાજગી વ્યક્ત કરી છે. સંતોષ ગિલનું કહેવું છે કે તે પોતાની પુત્રીના લગ્ન કોઈ રિયાલિટી શો દ્વારા નહીં થવા દે. શહનાઝના પિતાનું કહેવું છે કે, આ શો તેની પુત્રીના કરિયરને વધુ પ્રભાવિત કરી શકે છે. સંતોષ ગિલનું કહેવું છે કે, તે આ મામલે કલર્સ ટીવી સાથે વાત કરશે. જો ચેનલ તેમની વાત નહીં માને તો શિવસેનાની મદદ પણ લઈ શકે છે.


આ સ્વયંવર શો ઘણો લોકપ્રિય ટીવી શો રહ્યો છે. આ શો દરમિયાન રાખી સાવંત અને રાહુલ મહાજને લગ્ન પણ કરી લીધા હતા.