'અંગૂરી ભાભી'એ પ્રોડ્યુસરના પતિ પર મૂક્યા જાતિય સતામણીના આરોપ, કહ્યું-મેકઅપ રૂમમાં આવી કરતો સેક્સની માગણી
શિલ્પાએ ફરિયાદમાં આગળ કહ્યું છે કે હું આટલો ટાઈમ ચૂપ રહી કેમકે મારી મહેનતના પૈસા મળવાના બાકી હતા. મને લાગતું કે જો હું ફરિયાદ કરીશ તો મને મારા હકના પૈસા નહિ મળે. જો કે તે આવું વધારે કરવા લાગ્યો ત્યારે મે બિનાઈફરને વાત કરી ત્યારે તેણે મને ધમકી આપી કે જો હું ફરિયાદ કરીશ તો તે મને શોમાંથી કાઢી મૂકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજય કોહલી સાથે આ બાબતે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો ફોન સ્વીચઓફ આવે છે. જો કે એબીપીના રિપોર્ટર રવિ જૈને બિનાઈફર કોહલી સાથે વાત કરી હતી. અને તેણે શિલ્પાના આ આરોપોને રદિયો આપ્યો છે. બિનાઈફરે કહ્યું કે, ભાબીજીના વિવાદના એક વર્ષ બાદ શિલ્પાનો આ રીતે જાતિય સતામણીનો કેસ કરવો આઘાતજનક છે. એક વર્ષ પછી આમ કેસ કરવાથી તેના ઈરાદાઓ સાબિત થાય છે. જો તેની સાથે આવું કાંઈ થયું હતું તે આયલો સમય ચૂપ કેમ રહી. અને જો આ આરોપો સાચા જ હોય તો તેણે પહેલા ફરિયાદ કેમ ન કરી.
મુંબઈ: ‘ભાબીજી ઘર પર હૈ’ સિરીયલમાં અંગૂરી ભાભીની ભૂમિકાથી ફેમસ થયેલી શિલ્પાની શોના પ્રોડ્યુસર સાથે વિવાદ થતાં તેણે શો છોડી દીધો હતો. હવે આ વિવાદે નવો વળાંક લીધો છે. શિલ્પાએ શુક્રવારે ‘ભાબીજી…’ની પ્રોડ્યુસર બિનાઈફર કોહલીના પતિ સંજય કોહલી પર જાતિય સતામણીનો કેસ કર્યો છે.
એક વાર સંજય મારા મેકઅપ રૂમમાં આવી ગયો અને મને કહ્યું કે તે નથી ઈચ્છતો કે હું શોમાંથી જઉ. અને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની માગ કરી હતી. અને અડપલા શરૂ કરી દીધા હતા. મે તેને દૂર ધકેલી દીધો હતો. તે જ સમયે મારા મેકઅપ મેન ભરત (પિંકુ) બાથરૂમમાંથી બહાર આવ્યો અને તેણે આ જોયું. બીજા દિવસે મને ખબર પડી કે પિંકુને શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. સંજયે એક વાર એમ પણ કહ્યું હતું કે આપણે શો પ્રમોટ કરવા માટે આઉટ ડડોર જઈએ ત્યારે એક રૂમમાં રહીશું. જો હું આનાકાની કરીશ તો તે મારા પર બળજબરી પણ કરશે તેમ કહ્યું હતું.
જ્યારે આ મામલે શિલ્પા સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તેની સાથે આવું થયું છે અને આથી જ તેણે આરોપ મૂક્યા છે. જો કે તે વધુ સ્પષ્ટતા કરવા માગતી નહોતી. તે આજે મીડિયા સાથે તેના ઘરે વાત કરશે અને વધુ વિગતો આપશે. ગયા વર્ષે શિલ્પા અને બિનાઈફર વચ્ચે મતભેદ થતાં શિલ્પાએ શો છોડી દીધો હતો. તે સમયે મીડિયા સાથે વાત કરતા શિલ્પાએ કારણ આપ્યું હતું કે તેની પાસે વધારે કલાકો કામ કરીને રજા નહોતી અપાતી અને તેને પૈસા પણ નહોતા ચૂકવાતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -