SYL taken down from YouTube: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની થોડા સમય પહેલાં હત્યા કરવામાં આવી હતી. તેઓ ભારત સહિત દુનિયાભરમાં પોતાના ગીતોને લઈ જાણીતા હતા. મૂસેવાલાની હત્યા થયા બાદ શુક્રવારે 23 જૂને તેમનું છેલ્લું ગીત SYL રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત રીલીઝ થયું તેના થોડા જ કલાકોમાં હીટ થઈ ગયું હતું અને યુટ્યુબ પર લાખો લોકોએ જોયું હતું. પરંતુ હવે સિદ્ધુ મૂસેવાલાનું છેલ્લું ગીત SYL યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. 


SYL - સતલજ યમુના લિંક કેનાલઃ
સિદ્ધુ મૂસેવાલાના આ ગીત SYLનો મતલબ સતલજ યમુના લિંક કેનાલ થાય છે અને આ કેનાલને 'SYL કેનાલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 214 કિલોમીટર લાંબી સતલજ યમુના લિંક કેનાલ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી પંજાબ અને હરિયાણા વચ્ચે વિવાદનો વિષય છે. સિદ્ધુ મૂસેવાલાએ આ જ નામથી ગીત બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે SYL ગીતના લેખક અને સંગીતકાર સિદ્ધુ મુસેવાલા હતા. મ્યુઝિક પ્રોડ્યુસર MXRCI એ શુક્રવારે 23 જૂને આ ગીતને YouTube પર રિલીઝ કર્યું. આ ગીતને વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર 27 લાખથી વધુ વખત જોવામાં આવ્યું હતું અને 33 લાખ લાઈક્સ મળી હતી.


ભારતમાં નહી જોઈ શકાય ગીતઃ
યુટ્યુબ પર હાલ 'સિદ્ધુ મુસેવાલા' ચેનલ પર રિલીઝ થયેલા આ ગીતની લિંક પર હવે વીડિયો દેખાતો નથી. તેના બદલે, એક મેસેજ લખાયેલો દેખાય છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે, "સરકાર તરફથી કાનૂની ફરિયાદને લીધે, આ સામગ્રી આ દેશના ડોમેન્સ પર ઉપલબ્ધ નથી." મતલબ કે અન્ય દેશોમાં યુટ્યુબ યુઝર્સ સિદ્ધુ મૂસેવાલાના આ ગીતનો વીડિયો જોઈ શકે છે.


આ પણ વાંચોઃ


India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના


Surat: ગોપાલ ઇટાલીયા સહિત આપના અનેક નેતાઓને પોલીસે કર્યા ડિટેન, જાણો શું છે મામલો