કરોડોની કમાણી કરનાર 'બાહુબલી'માં થઈ છે આવી SILLY MISTAKES
લડાઈ શરૂ થતા પહેલા અમરેન્દ્ર બાહુબલી પોતાની હથેળી કાપે છે અને લોહી દેવીમાંની મૂર્તિ પર ચડાવે છે. ચોંકાવનારી વાત એ છે કે સામાન્ય કાપવાથી આટલું બધું લોહી કેવી રીતે વહી શકે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનોહારી ગિત દરમિયાન અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ) અને ભલ્લાલદેવના કપડામાં ઘણાં ફેરફાર જોવા મળે છે. પહેલા તે કોઈ અન્ય આઉટફિટમાં હતા અને ગિત દરમિયાન તે અન્ય કપડામાં જોવા મળે છે.
અમરેન્દ્ર બાહુબલીની કહાની કટપ્પા, શિવાને સંભળાવે છે. પરંતુ કટપ્પા તેને ભલ્લાલદેવ (રાણા દગ્ગુબતી)ની એ વાત પણ જણાવે છે, જેમાં ભલ્લાલ પોતાના ભાઈ અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ને મારવા માટે દોરડું હટાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે આ સિન ફિલ્મમાં બતાવવામાં આવ્યો હતો ત્યારે રાણા-પ્રભાસને છોડીને કોઈપણ આસપાસ ન હતા. એવામાં કટપ્પાને આ વાત કોણે જણાવી.
ધીવરા ગિતના જ એક સીનમાં પહાડ ચડતા સમયે પ્રભાસ અંદાજે 200-300 મીટરની ઉંચાઇ પરથી પડે છે. જોકે, આટલી ઉંચાઈ પરથી પડવા છતાં તેમને કોઈ સામાન્ય ઇજા પણ નથી થતી!
થોડું દોડ્યા બાદ સામાન્ય રીતે આપણે કુદકો મારતા હોઈએ છીએ. તેની વિરૂદ્ધ ધીવરા ગિતના આ સીનમાં પ્રભાસ કોઈપણ ગતિ વગર પહાડ કૂદીને ઉભો રહી જાય છે.
ત્યાર બાદ બીજા સીનમાં જ્યારે પ્રભાસ માહિષ્મતિના સૈનિકો સાથે લડે છે તો તે સીનમાં તે શૂ સાથે લડતા બતાવવામાં આવ્યો છે.
ધીવારા ગિતમાં પ્રભાસ ખુલ્લા પગે ઝરણા અને જ જલ પર્વત ઉપર ચડે છે.
ફિલ્મમાં બંધક બનાવવામાં આવેલ દેવસેના ચબૂતરાની આસપાસ લાકડું વીણતી બતાવવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે ત્યાં આસપાસ એક પણ ઝાડ ન હતું.
પ્રભાસ અને તમન્ના ભાટિયા પર ફિલ્માવવામાં આવેલ રોમાન્ટિક ગિતના અંતમાં તમન્ના બે અલગ અલગ સ્ટાઈલમાં ચોલીમાં જોવા મળે છે. ગિતની શરૂઆતમાં (જુએ પ્રથમ તસવીર) આ સીનમાં તે રિબન નોટવાળી ચોલીમાં જોવા મળી હતી.
બોક્સ ઓફિસ પર અનેક રેરોર્ડ બનાવનાર બાહુબલી-1એ બે વર્ષ પૂરા કર્યા છે. આ ફિલ્મ (તમામ વર્ઝન)એ વર્લ્ડ વાઈડ અંદાજે 650 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મમાં કેટલીક ભૂલો પણ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -