બોલિવૂડના જાણીતા ગુજરાતી સિંગરના દીકરાને શૂટિંગ દરમિયાન આંખમાં થઈ ઈજા, જાણો વિગત
આદિત્ય નારાયણ એક સ્ટંટ કરતી વખતે પડી જતાં તેની આંખ પર ઈજા થઈ હતી. આ ઘટના બાદ આદિત્યને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ત્યાં થોડા દિવસો સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ આર્જેન્ટીનામાં ચાલી રહેલા એક્શન ટીવી રિયાલિટી શો ખતરો કે ખિલાડીના શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. આ શો દરમિયાન બે સ્પર્ધકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ શો દરમિયાન બોલિવૂડના જાણીતા ગુજરાતી સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણને આંખમાં ઈજા થઈ છે. આ ઉપરાંત બિગ બોસ 11 ફેમ વિકાસ ગુપ્તાને સાપે ડંખ માર્યો હતો.
માર્ચ મહિનામાં આદિત્ય નારાયણની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અંધેરીના લોખંડવાલા સર્કલ નજીક રિક્ષા સાથે કાર અથડાવ્યા બાદ તેની સામે આઈપીસીની કલમ 338 & 279 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ભોજપુરી ફિલ્મોમાં હોડ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી મોનાલીસાએ ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણની કિસિંગ સીન આપ્યો હતો. આ કિસિંગ સીન આદિત્ય નારાયણનું ગીત મૂડ બિગાડેલુમાં છે. લિપ લોક કિસનો આ વીડિયો વાયરલ થયો હતો.
આ ઉપરાંત ઇન્ડિગો એરલાઇન્સમાં ટ્રાવેલ દરમિયાન આદિત્ય નિર્ધારિત સીમા કરતા વધારે લગેજ લઇ જઈ રહ્યો હતો જ્યારે અધિકારીઓ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે આદિત્ય તેમના પર ભડક્યો હતો અને વિવાદ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -