Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
હૃદયરોગ નહીં, સર્જરી છે શ્રીદેવીના મોતનું સાચું કારણ?
નવી દિલ્હીઃ શનિવારે રાત્રે 11 કલાકે બોલીવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન થયું જેના પર તેના ફેન્સને વિશ્વાસ કરવો મુશ્કેલ છે. શ્રીદેવી પરિવારની સાથે મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દુબઈ ગઈ હતી અને ત્યાં હૃદયરોગના હુમલાથી મોત પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર શ્રીદેવીના મોતથી પાછલ ડ્રગને કારણ માનવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી કે કેટલીક વેબસાઇટ અનો પોર્ટલ અનુસાર શ્રીદેવી જવાન દેખાવા અને ભૂખ ભગાડવા માટે એવી દવાઓનું સેવન કરતી હતી જેનાથી તેના હૃદયને નુકસાન થયું હતું. જે સમયે શ્રીદેવીનું મોત થયું, એ સમયે તે હોટલમાં પોતાના રૂમમાં એકલી હતી. જોકે, હવે સૂત્રોના હવાલાથી એ અહેવાલ મળી રહ્યા છે કે, શ્રીદેવીનું મોત કાર્ડિએક અરેસ્ટથી નહીં, પરંતુ કોઈ અન્ય કારણે થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા સંજય કપૂરે કહ્યું હતું કે, તેમને હૃદયની કોઈ બીમારી ન હતી. હવે વાત સામે શ્રીદેવીએ ઘણી કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તે એવી 29 સર્જરી કરાવી ચૂકી હતી. તેમાંથી એક સર્જરીમાં ગરબડ થઈ ગઈ હતી અને તે ઘણી દવાઓ લઈ રહી હતી. સાઉથ કેલિફોર્નિયાના તેમના ડોક્ટરે તેને ઘણી ડાયલ પિલ્સ લેવાની સલાહ આપી હતી અને તે તેનું સેવન કરી રહી હતી.
તે ઘણી એન્ટી એજિંગ દવાઓ લઈ રહી હતી. તેમાંથી લોહી જાડું થવાની ફરિયાદ થાય છે. સૂત્રો મુજબ, શ્રીદેવીના મોતનું કારણ એ પણ હોઈ શકે છે. હાલ દુબઈમાં થયેલા તેના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીનો પાર્થિવ દેહ સોમવારે દુબઈથી ભારત લાવવામાં આવશે.
બોલિવુડના ગ્લેમરથી આખી દુનિયાના લોકો અંજાય છે, પણ બોલિવુડમાં ટકી રહેવા માટે કેટલું પ્રેશર હોય છે તે ભાગ્યે જ કોઈ જાણતું હશે. ઉંમર વધવાની સાથે અહીં એક્ટર હોય કે એક્ટ્રેસ, તેને જવાન દેખાવવા ફરજિયાત બોટોક્સના ઈન્જેક્શનો ચહેરા પર લેવા પડે છે, પાતળા રહેવા, માથા પર વાળ ટકાવી રાખવા માટે અને ત્યાં સુધી કે રાત્રે ઉંઘવા માટે પણ જાતભાતની દવાઓ લેવી પડે છે.
શ્રીદેવીના કિસ્સામાં પણ કંઈક એવું જ થયું હોઈ શકે છે. 54 વર્ષના શ્રીદેવીએ ઈંગ્લિશ વિંગ્લિશ મૂવીથી કમબેક કર્યું ત્યારે લોકોએ તેમના અભિનયની ખૂબ જ સરાહના કરી હતી, પરંતુ બોલિવુડની ‘ચાંદની’ના ચહેરા પર વધેલી ઉંમરની અસર સ્પષ્ટ વર્તાતી હતી. ઈંગ્લિશ વિંગ્લિશ પછી શ્રીદેવી મોમમાં જોવા મળ્યા હતા, અને તેઓ વધુ ફિલ્મો કરવા માટે આતુર હતા, જેના માટે વધતી ઉંમરની અસર અટકાવી રાખવી જરુરી હતી, જેના માટે શ્રીદેવીએ કદાચ પોતાના સ્વાસ્થ્ય સાથે પણ સમાધાન થવા દીધું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -