Sonakshi Sinha : બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હવે પોતાના રિલેશનને લઇને ચર્ચામાં આવી છે,એક્ટ્રેસ નૉટબુક (Notebook) ફેમ જાહિર ઇકબાલ (Zaheer Iqbal) સાથે પોતાના રિલેશનને લઇને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બન્ને વચ્ચે ખુબ લાંબા સમયથી રિલેશન ચાલી રહ્યું છે, જોકે, હજુ સુધી ડેટિંગની અફવા પર સોનાક્ષી સિન્હા કે પછી જાહિર ઇકબાલ બન્નેમાંથી કોઇએ ખુલાસો કર્યો નથી. પરંતુ એક ભૂલથી બન્ને વચ્ચે રિલેશન હોવાનુ પાક્કુ થઇ ગયુ છે. 10 ડિસેમ્બરે જાહિર ઇકબાલ (Zaheer Iqbal Birthday)નો બર્થડે હતો. આ પ્રસંગે સોનાક્ષી સિન્હાએ ક્યૂટ પૉસ્ટ (Sonakshi Sinha Post) શેર કરી તેને શુભેચ્છા પાઠવી હતી. સોનાક્ષી સિન્હાની આ પૉસ્ટને જોઇને એવુ લાગી રહ્યું છે કે તેને પોતાના રિલેશનને સોશ્યલ મીડિયા પર ઓફિશિયલ કરી દીધુ છે. જાહિર ઇકબાલ અને સોનાક્ષી સિન્હા (Zaheer Iqbal And Sonakshi Sinha Relationship) એકબીજાને લાંબા સમયથી જાણે છે.
એવુ પણ કહેવાઇ રહ્યું છે કે સલમાન ખાન (Salman Khan)ના કારણે જ બન્નેની મુલાકાત થઇ હતી. સોનાક્ષી સિન્હા અને જાહિર ઇકબાલે પોતાના સંબંધોની ક્યારેય પુષ્ટી નથી કરી, અને ના તો સોશ્યલ મીડિયા પર ક્યારેય સાથે તસવીરો શેર કરી. પરંતુ હવે સ્થિતિ બદલાયેલી દેખાઇ રહી છે. જાહિરના જન્મદિવસ પર સોનાક્ષી સિન્હાએ બે તસવીરો શેર કરી છે. એક તસવીરમાં સોનાક્ષી બ્લેક આઉટફિટ પહેરીને ઉભી રહેલી દેખાઇ રહી છે, તો વળી તસવીરમાં ખભા પર હાથ મુકી પોતાના વાળ સરખા કરી રહ્યો છે. બીજી તસવીરમાં બન્ને કલાકાર ખતરનાક હથિયારોથી લડતા દેખાઇ રહ્યાં છે.
પોતાની પૉસ્ટમાં સોનાક્ષી સિન્હાએ લખ્યું- દુનિયાના સૌથી વધુ પરેશાન કરનારા વ્યક્તિને હેપ્પી બર્થડે. દુનિયાના સૌથી બેસ્ટ વ્યક્તિ હોય. કઇ રીતે થઇ શકે છે આવુ ? તુ આવો કેવી રીતે છો? જન્મ લેવા માટે આભાર. હેપ્પી બર્થડે. બાય. સોનાક્ષી સિન્હાએ જાહિરને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ પણ ગણાવ્યો છે. જાહિરે સોનાક્ષીની પૉસ્ટ પર કૉમેન્ટ કરતા લખ્યું છે- પણ તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે યાર. ત્યારબાદ બીજી કૉમેન્ટમાં જાહિર ઇકબાલે લખ્યું- શું હવે તને હું ઓફિશિયલી મારી હીરોઇન કહી શકુ છું.
આ પણ વાંચો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત
અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત