પ્રિયંકા ચોપરાના બ્રાઇડલ શૉવરમાં સામેલ થયા સોનાલી બેંદ્રે અને નીતુ કપૂર, જુઓ તસવીરો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે રાજસ્થાનના જોધપુરમાં થશે, તેમના લગ્નની વિધિઓ 30 નવેમ્બરથી શરૂ થઈ જશે. એકટ્રેસ પ્રિયંકા ચોપરા જોધપુરમાં ઉમ્મેદ ભવન પેલેસ અને મેહરાનગઢ ફોર્ટમાં લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અમેરિકાના પોપ ગાયક નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકાની લગ્નની તારીખ હજુ સુધી સામે આવી નથી, પરંતુ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના પરિવાર અને મિત્રોની સાથે ન્યૂયોર્કમાં બ્રાઈડલ શાવર એન્જોય કર્યું. આ પાર્ટી રવિવારની રાતે યોજાઈ. આ અવસર પર પ્રિયંકા આઈવરી મારચેસાના સફેદ ગાઉન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પ્રિયંકા પાર્ટીમાં સિલ્વર રંગના બલૂન્સ પાસે તે ઉભી છે. જેના પર લખ્યુ છે ‘બ્રાઈડ’. આ ફોટાને મિમી કટરેલે શેર કર્યો છે જેણે પાર્ટી માટે પ્રિયંકાને તૈયાર કરી હતી.
કેપ્શનમાં લખ્યુ છે કે, ‘દુલ્હન…બધા માટે ચમકતી રહેજે પ્રિયંકા ચોપરા, માફ કરજો આ ફોટા શેર કરતા હું થોડી વધુ રોમાંચિત થઈ ગઈ છુ.
નીતુ કપુરે તસવીર શેર કરીને લખ્યું કે, એક શાનદાર સાંજ ટિફનીમાં....સોનાલી બેંદ્રે સાથે. #priyankabridalshower
આ બ્રાઇડલ શાવરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના પરિવારજનોની સાથે નજીકના મિત્રો પણ સામેલ થયા હતા.
ઉપરાંત બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ખાસ મહેમાન સોનાલી બેંદ્રે અને નીતુ કપુર પણ સામેલ થયા હતા. આ અંગેની તસવીર નીતુ કપુરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં ત્રણેયને જોઈ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -