એક સમયે સોનમ કપૂરે ઐશ્વર્યાને Aunty કહી હતી, હવે ફોન કરીને આમ કર્યું...
જોકે, વર્ષ 2016માં કાંસ ફેસ્ટિવલ પર એશ તેના લિપસ્ટિક શેડના કારણે ટ્રોલ થઈ હતી. આ સમયે સોનમે કહ્યું હતું કે ફેશન અને મેકઅપ એટલા માટે કરાય છે કે જેથી લોકો તેની ચર્ચા કરે. મને લાગે છે કે તે (ઐશ્વર્યા રાય બચ્ચન) ચર્ચામાં રહેવા માગે છે. જોકે, ઐશ્વર્યાએ કહ્યું કે તેણે અગાઉથી આ અંગે કશું નક્કી નહોતું કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐશ અને સોનમ વચ્ચે વર્ષ 2012માં સમાધાન થયું હતું. એ વર્ષે સોનમ અને અભિષેક ન્યુઝીલેન્ડમાં શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એશ પણ તેના પતિ અભિષેક સાથે સેટ પર હતી. રિપોર્ટ્સ મુજબ આ દરમિયાન બન્ને વચ્ચે સમાધાન થયું હતું.
સોનમ અને ઐશ્વર્યા વચ્ચે વિવાદની શરુઆત વર્ષ 2009માં થઈ હતી. એક કોસ્મેટિક બ્રાન્ડે સોનમને તેનો ફેસ બનાવવાની જાહેરાત કરી હતી. એશ્વર્યા કંપનીના આ નિર્ણયની નારાજ થઈ હતી. આ પછી ઐશ્વર્યાએ સોનમ સાથે રેડ કાર્પેટ પર જવાનો ઈનકાર કરી દીધો હતો. આ પછી સોનમે ઐશ્વર્યાને આંટી કહી હતી. જોકે, સોનમની આ કમેન્ટનો ઐશ્વર્યાએ જવાબ નહોતો આપ્યો.
આ વાતના થોડા દિવસો પછી ઐશ્વર્યાને સોનમ કપૂરે ફોન કર્યો હતો. બન્ને વચ્ચે લાંબી વાત થઈ હતી. આ પછી ઐશ્વર્યાએ સોનમનું ઈનવિટેશન સ્વીકાર્યું કર્યું છે. એશ, અભિષેક અને શ્વેતાને સોનમે આમંત્રણ આપ્યું છે, , ત્યારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને અનિલ કપૂરે ઈનવાઈટ કર્યા છે. નોંધનીય છે કે સોનમ અને અભિષેક સારા ફ્રેન્ડ છે. બન્નેએ ફિલ્મ દિલ્લી 6 અને પ્લેયર્સમાં સાથે કામ કર્યું છે.
વેબસાઈટ પિંકવિલાના રિપોર્ટ મુજબ પાછલા અઠવાડિયે ડિઝાઈનર સંદીપ ખોસલાની ભાણી સુદામિની મટૂટના લગ્નમાં સોનમ કપૂરની મમ્મી સુનીતા કપૂર અને ઐશ્વર્યાની મુલાકાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પાર્ટીમાં સુનીતા કપૂરે ઐશ્વર્યાને સોનમના લગ્ન માટે ઈનવાઈટ કરી હતી.
મુંબઈઃ સોનમ કપબૂર અને ઐશ્વર્યા રાય બોલિવૂડની એવી એક્ટ્રેસમાંથી જે જેની વચ્ચે 36નો આંકડો રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી બન્ને વચ્ચે જાહેરમાં શાબ્દિક પ્રહારો થતાં હતાં. જોકે પોતાના લગ્નના આ અવસર પર સોનમને એશની સાથે પોતાની જૂની કડવાહટ ભુલાવી દીધી છે. અહેવાલ છે કે સોનમ કપૂરે ઐશ્વર્યાને ખુદ ફોન કરીને લગ્ન માટે પર્સનલ ઇનવિટેસન મોકલ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -