બોલીવુડની આ જાણીતી એક્ટ્રેસ જોવા મળશે લેસ્બિયનની ભૂમિકામાં, જાણો વિગતે
ટ્રેલરના અંતમાં સોનમ કપૂર એક છોકરી સાથે ભાગતી નજરે પડે છે. ફિલ્મમાં સોનમ કપૂર લેસ્બિયનની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં તે આ વાત પરિવારથી છુપાવતી નજરે પડશે. સોનમની ગર્લફ્રેન્ડના રોલમાં રાગિની કસાન્ડ્રા જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકસાન્ડ્રા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. તે અનેક તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ ફિલ્મથી તે બોલીવુડમાં ડેબ્યૂ કરશે. ફિલ્મમાં તે કુકૂનું પાત્ર ભજવશે.
મુંબઈઃ ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’નું ટીઝર જ્યારે રિલીઝ થયું ત્યારે મૂવીમાં રાજકુમાર રાવ અને સોનમ કપૂરની લવ સ્ટોરી હશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ જ્યારે ટ્રેલર સામે આવ્યું ત્યારે કહાની તેનાથી એકદમ વિરુદ્ધ હતી. ફિલ્મની સ્ટોરી સમલૈંગિક સંબંધો પર આધારિત છે. ટ્રેલરમાં આ વાતનો સંકેત પણ આપવામાં આવ્યો છે.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ ગેનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મની ડિરેક્ટર શૈલી ચોપડા છે. સોનમ કપૂરે થોડા મહિના પહેલા જ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -