ફિલ્મ માટે 5 પ્રોડ્યૂસરે કરી હતી સેક્સની માંગ, જાણો કઈ અભિનેત્રીએ કર્યો આ ખુલાસો
કાસ્ટિંગ કાઉચ પર વાત કરતા શ્રુતિએ કહ્યું કે, મહિલાઓનું ચુપ રહેવું એ હવે કોઈ વિકલ્પ નથી. પબ્લિક સ્પેસ મહિલાઓ માટે ઉપલબ્ધ નથી, કારણ કે સમાજ પૂરી રીતે પુરુષ પ્રધાન છે, પરંતુ ફિલ્મોમાં મહિલાઓની હાજરીથી આશા રાખી શકાય કે મહિલાઓ પબ્લિક સ્પેસમાં પોતાના માટે જગ્યા બનાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે કહ્યું કે, ફિલ્મોમાં યુવતીઓની ભૂમિકા હંમેશા સમાજમાં તેના માટે પ્રચલિત ભાવનાઓના આધારે ઉતારવામાં આવે છે. મોટેભાગની ફિલ્મોમાં યુવતીઓને એક વસ્તુ તરીકે શૂટ કરવામાં આવે છે, જેથી તે જોવામાં સુંદર, સેક્સી લાગે અને ફિલ્મ ચાલવાની સંભાવના વધી જાય.
નવી દિલ્હીઃ ફિલ્મી દુનિયામાં કાસ્ટિંગ કાઉચનો મામલો અવારનવાર સામે આવતો રહે છે. આ વખતે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટરીની આ જાણીતી એક્ટ્રેસ શ્રુતિ હરિહરને જણાવ્યું કે તે પણ કાસ્ટુંગ કાઉચનો ભોગ બની છે.
તેણે કહ્યું કે, હું કાસ્ટિંગ કાઉચનો ભોગ બની છું. એક કન્નડ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી હતી અને ત્યાં મારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. એક પ્રોડ્યૂસરે ફિલ્મ આપવા માટે કહ્યું કે, ફિલ્મમાં 5 પ્રોડ્યૂસર છે અને પ્રોડ્યૂસર તેના બદલામાં તેનો ઉપયોગ કરવા માગતા હતા.
શ્રુતિએ આ વાતનો ખુલાસો ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાઉથ 2018માં કર્યો. કોન્ક્લેવમાં સેક્સિઝમ ઇન સિનેમાઃ ટાઈમ ટૂ એન્ડ પેટ્રીઆર્કીના મુદ્દા ચર્ચા ચાલી રહી હતી. શ્રુતિએ અહીં કાસ્ટિંગ કાઉચ પર ખુલીને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
તેણે આગળ કહ્યું કે, મોટાભાગની યુવતીઓએ કાસ્ટિંગ કાઉચનો સામનો ના પાડીને કરવાની જરૂર છે. તેના માટે માત્ર પુરુષને જ જવાબદાર ન ઠેરવી શકાય. કાસ્ટિંગ કાઉચથી પ્રથમ તક જરૂર મળે છે પરંતુ તેની મદદથી કારકિર્દી નથી બનાવી શકાતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -