તપાસ દરમિયાન આયકર વિભાગના અધિકારીઓને ચોંકાવારી માહિતી મળી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે વિજયને માત્ર બે ફિલ્મો માટે 130 કરોડ રૂપિયાની મોટી રકમ મળી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, વિજયને આટલી મોટી રકમ મળી તો હતી પરંતુ તેણે પોતાનો ટેક્સ પણ ભરી દીધો હતો.
વિજયને આ મોટી ફિસ ફિલ્મ ‘બિગિલ’ અને ‘માસ્ટર’ માટે મળી હતી. બિગિલ ફિલ્મ માટે તેને 50 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે માસ્ટર માટે 80 કરોડ રૂપિયા મળ્યા હતા.
આમ તો, વિજયના ઘરે આ દરોડા અચાનક નહોતા પડ્યા. વાસ્તવમાં, ગત ફિલ્મ બિગિલ સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મે 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે સમયે આઈટી અધિકારીઓને ફાઈનાન્સર અનબુના ઘરેથી 77 કરોડ રૂપિયા મળ્યા હતા.
વિવાદ ત્યારે વધ્યો જ્યારે આ ઈનકમના સપોર્ટમાં તે કોઈ દસ્તાવેજ આપી શક્યા નહોતા. તેના બાદ ઈનકમ ટેક્સ વિભાગની ટીમ વિજયના ઘર સુધી પહોંચી હતી. વિજયની મુશ્કેલી હજુ ખતમ થઈ નથી. આઈટીના અધિકારીઓ તેની અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલા રોકાણ વિશે તપાસ કરી રહ્યાં છે.