ઓમ પુરીના મોત અંગે રહસ્ય, માથાની વચ્ચે હતો દોઢ ઈંચનો ઘા, મૃતદેહ મળ્યો હતો નિર્વસ્ત્ર હાલતમાં
મુંબઈઃ અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષે હ્રદય રોગના હુમલાથી મૃત્યુ થયુ છે. જો કે પ્રાથમિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ તેમના મોતના કારણ અંગે રહસ્ય વધુ ગૂઢ બને છે. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે ઓમ પુરી ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે તેમની પાસે સ્ટીલનો ગ્લાસ હતો. પરંતુ જ્યારે તે ઘરે પાછા ફર્યા ત્યારે તે ગ્લાસ બદલી ગયો હતો. પોલીસે આ ગ્લાસ શોધખોળ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે ઓમ પુરીનો પાર્થિવ દેહ નિર્વસ્ત્ર હાલતમાં તેમના કિચનની નજીક મળી આવ્યો હતો. જ્યાં થોડી ગંદકી પણ મળી આવી હતી. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે, ઓમ પુરીના માથાની વચ્ચે દોઢ ઈંચ ઊંડો તથા ચાર સેમી લાંબો ઘા હતો. ઉપરાંત તેમની હાંસળી પર હેર લાઈન ફ્રેક્ચર હતું. ઈજાના નિશાન સિવાય તેના શરીરમાંથી આલ્કોહોલ અને ડ્રગ્સ(તે દવા અથવા પેઈન કિલર પણ હોય શકે છે)પણ મળ્યા છે. ડૉક્ટર્સ મુજબ, આ બધું થયા બાદ પુરી થોડા શ્વાસ પણ લઈ શક્યા હશે.
ઓમ પુરીના મોતના એક દિવસ પહેલા સીમાને મેસેજ કર્યો હતો કે, 'સીમા તુમ મેરા પ્યાર હો લેકિન ઇશાન મેરી જાન હૈ'. છેલ્લા 8 દિવસોથી ઓમ સીમા સાથે સતત વાતો કરી રહ્યા હતા. સીમાએ ઓમનો ચહેરો જોવા પોલીસને રીકવેસ્ટ કરી હતી. પરંતુ શબાના આઝમીના અનુરોધ બાદ તેમને ઓમનો ચહેરો બતાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જો નંદિતા નહીં આવે તો પોલીસ રૂપરૂ તેમની પાસે જઇને તપાસ કરશે. (પહેલી પત્ની સીમા સાથે ઓમ પુરી)
આ કેસની તપાસમાં લાગેલી ઓશિવારા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ જ્યારે ફ્લેટમાં પ્રવેશ્યા ત્યારે તેમને ઓમપુરીના માથામાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેને પગલે પોલીસને શંકા છે કે, તેના પડી જવાથી અથવા તો કોઈના મારવાથી આ નિશાન પડ્યા હોય શકે છે. (પત્ની નંદિતા અને દિકરા ઈશાન સાથે ઓમ પુરી)
ઓમ પુરીની બીજી પત્ની નંદિતાએ પોલીસને જણાવ્યા વિના પોતાના બધા જ બેંક એકાઉન્ટ્સ ફ્રિઝ કરી દીધા છે. અને નંદિતાએ એ બધા જ પ્રોડ્યુસરને ફોન કરી સાથે ઓમ પુરી ફિલ્મ કરી રહ્યા હતા અને તેમની નીકળતી રકમની પતાવટ કરવાની વાત કરી છે. ઓમની પત્ની નંદિતા ખંડાલા જતી રહી છે. કાલે પણ તે પોલીસને જણાવ્યા વિના પોતાની ઓકલેન્ડ ઇમારતે જતી રહી હતી. (તસવીર: ઓમ પુરી બીજી પત્ની નંદિતા સાથે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -