જાણો, શા માટે શ્રીદેવીના શબની થઈ રહી છે ફોરન્સિક તપાસ....
નવી દિલ્હીઃ બોલીવુડની ચાંદતી તરીકે ઓળખાતી એક્ટ્રેસ શ્રીદેવીનું હૃદયરોગના હુમલાને કારણે મોત થયા બાદ વિશ્વભરનાં તેના ફેન્સમાં ળોકની લાગણી પ્રસરી ગઈ છે. બીજી બાજુ મુંબઈમાં બોલીવુડના તમામ સ્ટાર, પરિવાર અને તેના અંતિમ દર્શન માટે આવેલ તેના ફેન્સ તેની એક ઝલક જોવા માટે તેની રાહ જોઈ રહ્યા છે. જેના માટે તેમને સોમવાર સુધી રાહ જોવી પડશે. કારણ કે દુબઈમાં તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને પછી તેમના પાર્થિવ શરીરને મુંબઈ લાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ભારતમાં સામાન્ય રીતે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે મૃત્યુની સ્થિતિમાં પોસ્ટમોર્ટમ કે તપાસની જરૂર નથી હોતી, પણ દુબઈમાં આવું નથી હોતું. જાણો શા માટે દુબઈમાં શ્રીદેવીના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
શ્રીદેવીનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે, પણ દુબઈના કાયદા પ્રમાણે કોઈ વિદેશી નાગરિકનું અચાનક મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.
પોલીસને કાગળની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડે છે. જેના હેઠળ સંબંધિત દેશના દૂતાવાસને સૂચિત કરવામાં આવે છે. દૂતાવાસ તરફથી પાસપોર્ટ કેન્સલ કરવામાં આવે છે અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કરવામાં આવે છે.
પોસ્ટમોર્ટમ પછી જારી રિપોર્ટમાં દર્શાવવામાં આવે છે કે મૃત્યુનું કારણ શું હતું. જેના પોલીસ વિભાગની તપાસ થઈ હોય છે.
દુબઈમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ શ્રીદેવીના શબને મુંબઈ લાવવામાં આવશે. જેમાં રવિવાર સાંજ સુધીનો સમય થઈ શકે છે. UAEમાં ભારતના રાજદૂત નવદીપ સિંહ સૂરીએ કહ્યું, “હાલ પોલીસ ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરી રહી છે. અમે પરિવાર અને સ્થાનિક તંત્રના સંપર્કમાં છીએ અને તમામ જરુરી મદદ કરી રહ્યા છીએ.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -