IPL 2018: કિંગ્સ ઇલેવન પંજાબે નવા કેપ્ટનની કરી જાહેરાત, ધોનીનો છે ખાસ
આર અશ્વિન આઈપીએલમાં 2009-15 ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમ્યો હતો. જ્યારે 2016-17માં રાઇઝિંગ પુને સુપરજાયંટ્સ તરફથી રમ્યો હતો. કિંગ્સ ઇલેવન દ્વારા અશ્વિનને આ વખતે 7.6 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવરાજ સિંહ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર, એરોન ફિંચ, કે એલ રાહુલ, કરૂણ નાયર, મનોજ તિવારી, એન્ડ્રુ ટાય જેવા સ્ટાર ક્રિકેટરો અશ્વિનની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે.
અશ્વિન ભારત તરફથી 57 ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ ઉપરાંત બેટ્સમેન તરીકે 4 સદી અને 11 અડદી સદી ફટકારી છે. જ્યારે 111 વન-ડેમાં 150 વિકેટ લીધી છે. અશ્વિને 46 ટી 20માં 52 વિકેટ પણ ઝડપી છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2018માં ભારતનો સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો જોવા મળશે. કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા આજે 2018ની સીઝન માટે કેપ્ટન તરીકે આર અશ્વિનના નામની જાહેરાત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -