શ્રીદેવીની બહેન શ્રીદેવીના મોત પર કરશે મોટો ધડાકો? જાણો શું છે રીપોર્ટ? શ્રીદેવી સામે કર્યો હતો કેસ
આ દરમિયાન થયેલ વિવાદ બાદ બન્ને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ. શ્રીલતાએ સંપત્તિને લઈને મદ્રાસ હાઈકોર્ટમાં કાયદાકીય લડાઈ પણ લડી. આ કેસ અંદાજે બે દાયકા સુધી ચાલ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆટલા લાંબા સમય બાદ હાલમાં જ દુબઈમાં બન્ને બહેનોની મુલાકાત થઈ હતી. કહેવાય છે કે, શ્રીલતા દુબઈમાં જ રહે છે. શ્રીદેવી તેની સાથે જ રોકાઈ હતી. કહેવાય છે કે, મોહીત મારવાહના લગ્ન પૂરા થઈ ગયા પછી શ્રીદેવી તેની બહેનને મળવા માટે જ દુબઈમાં રોકાઈ હતી જ્યારે પતિ બોની કપૂર અને દીકરી ખુશી ભારત પરત ફર્યા હતા.
રામગોપાલ વર્મા અનુસાર, શ્રીદેવીની માતાની અમેરિકામાં બ્રેઈન સર્જરીમાં કોઈ મુશ્કેલી આવી હતી. જેના કારણે તેની માનસિક સ્થિતિ સારી ન હતી. જ્યારે તેનું નિધન થયું ત્યારે વારસામાં બધી સંપત્તિ શ્રીદેવીના નામે કરી હતી. પરંતુ શ્રીદેવીની બહેને તેની વિરૂદ્ધ કેસ કર્યો. કહ્યું કે તેની માતાએ જ્યારે બધી સંપત્તિ શ્રીદેવીના નામે કરી ત્યારે તે ભાનમાં ન હતી.
શ્રીદેવીની બહેન શ્રીલતા અંયગર સાથે પહેલા ખૂબ સારા સંબંધ હતા, પરંતુ બાદમાં તેમના સંબંધોમાં ખટાસ આવી ગઈ હતી. શ્રીલતા પણ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માગતી હતી, પરંતુ તે પોતાની બહેનની જેમ સફળ રહી ન હતા.
નવી દિલ્હીઃ શ્રીદેવીના મોત બાદ તેની બહેનના મૌનને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બોલીવુડ હંગામામાં પ્રકાશિત અહેવાલ અનુસાર શ્રીદેવીની બહેન શ્રીલતા આગામી 48 કલાકમાં આ મામલે નિવેદન આપશે અને કેટલાક મોટા ખુલાસા કરી શકે છે.
શરૂઆતમાં લતા શ્રીદેવીનું કામ અને તેની મીટિંગ્સનું ધ્યાન રાખતી હતી. તે શ્રીદેવીની સેક્રેટરી બની ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ જ્યારે તેની માતા રાજેશ્વરી અયંગરનું નિધન થયું અને બન્ને સંબંધ બગડવા લાગ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -