‘સ્ત્રી’ની સફળતાની સાથે જ શ્રદ્ધા કપૂરે આ ખાસ લિસ્ટમાં મેળવ્યું સ્થાન
મુંબઈઃ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ત્રી 100 કરોડ ક્લાબમાં સામેલ થઈ છે. ફિલ્મની સફળતાથી મેકર્સની સાથે સાથે તેની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ ખુશ છે. આમ તો આ ફિલ્મને સફળતા મળવી એ શ્રદ્ધા કપૂર માટે વધારે ખાસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનયી છે કે, ફિલ્મ સ્ત્રી બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણીના આંકડા સુધી પહોંચતા જ શ્રદ્ધા કપૂર એવી હિરોઈનોની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેની ત્રણ અથવા તેનાથી વધારે ફિલ્મોએ આ સફળથા મેળવી છે.
આ પહેલા શ્રદ્ધા સ્ટાર ફિલ્મ એક વિલન અને એબીસીડી 2ને પણ સારું પ્રદર્શન કરતાં બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી ગઈ હતી. એટલે કે સ્ત્રી શ્રદ્ધા કપૂરની ત્રીજી ફિલ્મ ચે જે આ સફળતા મેળવી શકી છે.
જણાવીએ કે, ફિલ્મ સ્ત્રી રિલીઝના દિવસથી જ સારું પ્રદર્શન કરી રહી છે. લોકોથી લઈને ક્રિટિક્સને પણ આ ફિલ્મ પસંદ પડી રહી છે. ફિલ્મમાં શ્રદ્ધાની ભૂમિકા અને રાજકુમાર રાવની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. સાથે જ તેની અલગ સ્ટોરી લાઈન પણ લોકોને પસંદ આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -