મુંબઈઃ કોમેડિયન કપિલ શર્ના શોદ ધ કપિલ શર્મામાં સુનીલ ગ્રોવરની ટૂંક સમયમાં જ એન્ટ્રી થવાની છે. મીડિયા અહેવાલ અનુસાર સુલીન ટૂંકમાં જ શોમાં આવશે, જોકે તે શોમાં કામ કરવા માટે નહીં પરંતુ માત્ર પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, સુનીલ પોતાની અને સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારતના પ્રમોશન માટે આવશે. આ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ પણ સાથે હશે.
તમને બતાવી દઈએ કે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે વર્ષ 2017માં ‘ધ કપિલ શર્મા શો’માં દેખાયા હતા. પરંતુ જ્યારે આ ટીમ ઓસ્ટ્રેલિયામાં શો કરવા ગઈ હતી ત્યારે બન્ને વેચ્ચે ફ્લાઇટમાં બોલાચાલી થઈ હતી અને મોટો વિવાદ સર્જાયો હતો. જેના પછી સુનીલ ગ્રોવરે આ શો છોડી દીધો હતો.
જોકે સમય પસાર થતા સુનિલ ગ્રોવરે મીડિયાને જણાવ્યું હતું કે જો ભગવાની ઈચ્છા થશે તો તેઓ કપિલ શર્મા સાથે ફરીથી કામ કરશે. દિસેમ્બર 2018માં કપિલ શર્માનો શો ફરીથી શરૂ થયો. જ્યારે સુનીલ ગ્રોવરે સ્ટાર પ્લસ પર ‘કાનપુર વાલે ખુરાનાઝ’ શો શરૂ કર્યો. પરંતુ આ શોને લોકો દ્વારા કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી.