Pics: સની લિયોની બની માતા, જુઓ કેવી લાગે છે દીકરી...
નિશા હજી અઠવાડિયાથી જ સની પાસે આવી છે. તેનું વજન ઘણું જ ઓછું છે. તેને પ્રેમ તથા કેરની ઘણી જ જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાનકડી નિશા મરાઠીમાં વાતચીત કરે છે. હવે અચાનક તે સની તથા ડેનિયલને અંગ્રેજીમાં વાત કરતાં સાંભળે છે. તેથી જ સનીએ હવે નિશાને અંગ્રેજી શીખવવાનું શરૂ કર્યું છે. સનીએ નિશાને પહેલો અંગ્રેજી શબ્દ બાય બાય શીખવ્યો છે.
ડેનિયલે કહ્યું હતું કે તેમને નવ મહિના પછી સંતાન મળ્યું નહોતું. તેમણે બે વર્ષ સુધી સતત પેપર વર્ક કર્યું હતું અને પછી સંતાન દત્તક મળ્યું હતું. એક દિવસ તેમને બાળક દત્તક મળ્યું તેવો ઈમેલ આવ્યો હતો. સનીએ કહ્યું હતું કે તે સંતાનને જન્મ આપી શકે નહીં, કારણ કે તે સતત કામમાં વ્યસ્ત રહે છે. તેથી તેણે બાળક દત્તક લેવાનો વિચાર કર્યો.
માં બનવાની વાતને લઈને હાલમાં સની લિયોનીએ પોતાના મનની વાત શેર કરી હતી. સનીએ જ્યારે પૂછવામાં આવ્યું કે, તે પોતાનું ફેમિલી પ્લાનિંગ ક્યારે કરશે ત્યારે તેણે કહ્યું કે હું બાળક તો ઈચ્છું છું પરંતુ પ્રેગ્નેન્સીથી ડરું છું. જોકે પ્રેગ્નેન્ટ થવા વિશે વિચારવું પણ હાલ મારા માટે મુશ્કેલ હશે કારણ કે હાલમાં મારી પાસે ઘણાં કામ છે. પરંતુ કોણ જાણે ક્યાંથી એક બાળક મારા ખોળામાં આવી જાય. અને બધા હેરાન રહી જાય કે આખરે આ બાળક ક્યાંથી આવ્યું?
સની લિયોની અને તેના પતિનાના પરિવારમાં એક સભ્યનો વધારો થયો છે. તેના જીવનમાં એક દીકરી આવી છે. સની માં બની ગઈ છે. હા, સનીએ એક દીકરીને દત્તક કરી છે. આ બાળકી મહારાષ્ટ્રના લાતૂરની છે. તેનું સત્તાવાર નામ નિશા કૌર વેબર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -