રામુએ હોળી પર કરેલી ‘સેક્સી કોમેન્ટ્સ’ના કારણે વિવાદ, જાણો કેવો બકવાસ કર્યો હતો વર્માએ?
મુંબઇઃ તાજેતરમાં જ તમામ ભારતીય સ્ત્રીઓ પુરૂષોને સની લીયોન જેવું સુખ આપે તેવી કોમેન્ટ કરીને વિવાદ સર્જનારા ફિલ્મ સર્જક રામગોપાલ વર્માએ ફરી સેક્સી કોમેન્ટ કરીને વિવાદ સર્જ્યો છે. હોળીના દિવસે રામગોપાલ વર્માએ કરેલી કોમેન્ટ્સના કારણે સોશિયલ મીડિયા પર તેના માથે પસ્તાળ પડી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામગોપાલ વર્માએ ટ્વિટર પર હોળીના દિવસે એવી કોમેન્ટ કરી હતી કે, હોળી એક માત્ર એવો તહેવાર છે કે જ્યારે પુરૂષો પોતાની આસપાસ રહેતી છોકરીઓને ભીનાં વસ્ત્રોમાં જોઈ શકે છે. રામુએ એવી કોમેન્ટ પણ કરી કે, હોળી જ એવો તહેવાર છે કે પૂરૂષો અને સ્ત્રીઓ એકબીજાને ભીનાં કપડામાં સ્પર્શ કરી શકે છે.
રામુએ એવો સવાલ પણ કર્યો કે, 120 કરોડ ભારતીયોમાંથી કોઈ એક માણસને પણ એ હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે તેની ખભર હશે કે કેમ તેમાં મને શંકા છે. લોકો કેમ ભાંગ કેમ પીવે છે તે પણ મને સમજાતું નથી પણ આ બધાં કારણોસર લોકો હોળી ઉજવે છે.
તેણે એમ પણ લખ્યું કે, આ રાક્ષસ તથા દેવ બંનેના કારણે આપણ માટે બોલ્ડ સંજોગો નિર્માણ થયા તે જોતાં હું તે રાક્ષસ તથા દેવ બંનેનો દિલથી આભાર માનીશ. રામુએ પોતાના ફેન્સ સમક્ષ વ્યક્ત કરેલા આ વિચારોના કારણે સોશિયલ મીડિયા પર તેના પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે.
રામુએ તેનું એનાલિસીસ આગળ વધારતાં એવી કોમેન્ટ પણ કરી કે હોળીના દિવસે પુરૂષોને મહિલાઓને ગમે ત્યાં સ્પર્શવાની અને મનફાવે તે અંગને રંગવાની છૂટ હોય છે. હોળીના દિવસે ક્યા ભગવાને ક્યા રાક્ષસનો વધ કરેલો તે મને ખબર નથી પણ આ રાક્ષસનો આપણે આભાર માનવો જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -