8 વર્ષ બાદ રજનીકાંત મળ્યા ફેન્સને, જાણો પોતાના રાજકારણમાં જોડાવા અંગે શું કહ્યું?
આમ તો રજનીકાંત ચર્ચામાં રહેવાનું કારણ તેમની આવનારી ફિલ્મ પણ છે જેમાં તે એક ડોનની ભૂમિકા ભજવવાના છે અને કહેવાય છે કે, તેઓ આ ફિલ્મને મુંબઈના જાણીતા ડોન હાજી મસ્તાનની ભૂમિકા ભજવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરજનીકાંતે પોતાના જન્દિવસ પર થયેલ ભાગદોડ બાદથી ભારતમાં રહીને પોતાના ફેન્સને મળવાનું બંધ કર્યું હતું, કારણ કે તેઓ ઇચ્છતા ન હતા કે કોઈને તેમના કારણે નુકસાન થાય.
ઉલ્લેખનીય છે કે, રજનીકાંત વિતેલા મહિને આવી જ રીતે મુલાકાત કરવાના હતા પરંતુ તેમણે તેને ટાળી દીધી હતી. પોતાની ફિલ્મ શિવાજીની સફળતા બાદ તેમણે 2009માં ફેન્સ સાથે આ રીતે મુલાકાત કરી હતી.
રજનીકાંતે કહ્યું કે, હું મારા ડાયરેક્ટર અને મેકર્સને કારણે સુપરસ્ટાર બન્યો છે. હું આગળ પણ તમને નિરાશ કર્યા વગર સારી ફિલ્મો કરતો રહીશ. આગળ રજનીકાંતે રાજનીતિને લઈને કહ્યું કે, કેટલીક પાર્ટી એવો દાવો કરે છે કે, હું તેની સાથે જોડાયેલ છું. હું આજે સ્પષ્ટ કરવા માગું છું કે, કોઈપણ પક્ષ સાથે હું જોડાયેલો નથી.
સુપરસ્ટાર રજનીકાંતે એ પણ કહ્યું કે, મારું જીવન યોગ્ય હાથોમાં છે. હું મારું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યો છું. કહેવાય છે કે, 66 વર્ષીય અભિનેતા પોતાના પ્રશંસકો સાથે તસવીર ખેંચાવશે. આ મામલે ફેન્સની ક્લબોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે જેથી 15થી 19 મે સુધી જુદા જુદા સેશનમાં સામેલ થઈ શકે.
નવી દિલ્હીઃ 8 વર્ષ બાદ સુપરસ્ટાર રજનીકાંત સોમવારે 4 દિવસ સુધી સતત પોતાના ફેન્સને મળશે. રજનીકાંતને મળવા માટે સવારથી જ તેમના ઘરની બહાર લાંબી લાઈનો લાગી ગઈ છે. પ્રશંસકો મળે છે ત્યારે તેને સંબોધિત પણ કરી રહ્યા છે રજનીકાંત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -