મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસને લઇને મુંબઇ પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે. મોતના એક મહિના બાદ પણ હજુ સુધી પોલીસને યોગ્ય કડી નથી મળી રહી. કંગના રનૌતથી લઇને બૉલીવુડના કેટલાય મોટા સેલેબ્સની પોલીસ પુછપરછ કરી ચૂકી છે, વળી કેટલાય લોકોને પોતાનુ નિવેદન નોંધાવવા માટે મુંબઇ પોલીસે નોટિસ પણ મોકલી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટું નિવેદન આપ્યું છે.


ન્યૂઝ એજન્સી ANIને તેમણે કહ્યું, અત્યાર સુધીમાં 37 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. સુશાંત મામલે ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવશે. આ મામલે મહેશ ભટ્ટનું સ્ટેટમેન નોંધવામાં આવશે. કરણ જોહરના મેનેજરને પણ બોલાવવામાં આવશે. જો જરૂર પડશે તો ખુદ કરણ જોહરને હાજર થવાનું કહેવામાં આવી શકે છે.


થોડા સમય પહેલા અનિલ દેશમુખે એક નિવેદનમાં કહ્યું હતું કે, સુશાંત સિંહ મામલે સીબીઆઈ તપાસની જરૂર નથી. મુંબઈ પોલીસ યોગ્ય રીતે કાર્યવાહી કરી રહી છે.

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈના બાંદ્રામાં આવેલા તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.

મોદી સરકાર ક્યારથી મૂવી થીયેટરો અને જીમ્નેશિયમ ખોલશે ? જાણો મોટા સમાચાર

PM મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં હવે અઠવાડિયામાં 3 દિવસ રહેશે લોકડાઉન, નવી ગાઈડલાઈન કરાઈ જાહેર