વરુણે કહ્યું કે, “એમ્સ દ્વારા સીબીઆઈને મોકલવામાં આવેલી રિપોર્ટ અંગે મને મીડિયા દ્વારા જાણ થઈ. આ રિપોર્ટ 14 જૂન 2020ના રોજ થયેલા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈના અનુમાન સંબંધિત છે. AIIMS ની તપાસ ટીમમાં સામેલ કેટલાક ડૉક્ટરોને પણ મે ટીવી પર આવીને તેમના દ્વારા આપવામાં આવેલી ફોરેન્સિક તપાસ પર નિવેદન આપતા સાંભળ્યાછ છે. ”
રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, આ રિપોર્ટની એક કોપી વારંવાર માંગવામાં આવી પરંતુ ગુપ્તા તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
શું છે દાવો ?
પરિવારે AIIMS ની રિપોર્ટ પર વાંધો ઉઠાવતા કહ્યું કે, ગુપ્તાના નેતૃત્વવાળી ફોરેન્સિક ટીમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સોંપી નથી પરંતુ તે માત્ર મુંબઈના કૂપર હોસ્પિટલની રિપોર્ટ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સંદિગ્ધ શબ પરીક્ષણ, ઉતાવણે કરવામાં આવેલા પોસ્ટ મોર્ટમ અને અપરાધ સ્થળ સાથે ચેડા પર કૂપર હોસ્પિટલના ડૉક્ટરો અને મુંબઈ પોલીસને સાવલ કરી રહ્યા છે. કૂપર હોસ્પિટલમાં કરવામાં આવેલા પોસ્ટ મોર્ટમાં ઘણી અસંગતતાઓ હતી. પત્ર અનુસાર મેજિસ્ટ્રેટના આદેશ વગર પોસ્ટ મોર્ટમ રાતે કરવામાં આવ્યું અને નિયમોની અનદેખી કરવામાં આવી જેના પર દુનિયાભરના એન્ક ફોરેન્સિક વિશેષજ્ઞ એકમત છે.
પોસ્ટ મોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવી નથી. મોતનો સમય નોંધવામાં આવ્યો નથી. શરીર પર ઈજાના નિશાન પર ધ્યાન નથી આપવામાં આવ્યું. તેથી તે ઈજાના કારણો પર કંઈ કહેવામાં આવ્યું નથી. રિપોર્ટમાં તે પગનો ઉલ્લેખન નથી જેમાં ફ્રેક્ચર થયું હતું. પત્રમાં કહેવામાં આવ્યું કે, ડૉ. સુધીર ગુપ્તાનું વલણ અનૈતિક, બિન વ્યવ્યાયિક અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન છે.