મુંબઈઃ સોશિય મીડિયા પર પોતાની બિન્દાસ પોસ્ટ માટે જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે બોલિવૂડમાં કરી ચૂકેલ પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકની ખૂબ ઝાટકણી કાઢી છે. ભારતીય વાયુસેનાના સર્જિકલ સ્ટ્રાઈક બાદ બુધવારે પાકિસ્તાને ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલાને નિષ્ફળ પ્રયત્ન કર્યો. જવાબી કાર્રવાઈમાં ભારતે પાકિસ્તાનના એક લડાકૂ વિમાનને તો તોડી પાડ્યું પરંતુ ઓપરેશન દરમિયાન એક મિગ-21 જેટ પણ નષ્ટ થઈ ગયું. પરંતુ ભારતીય પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબ્જામાં આવી ગયા.

આ વાત પર પાકિસ્તાની કલાકારોએ એક પર એક ટ્વિટ કર્યા. ‘બિગ બૉસ-4’માં જોવા મળેલી વીણા મલિકે પણ ભારત પર નિશાન સાધ્યું હતુ અને વિંગ કમાન્ડર અભિનંદનની ફૉટો પોસ્ટ કરતા લખ્યું કે, ‘હમણા હમણા તો આવ્યા છો. સારી મહેમાનગતિ થશે તમારી.’ વીણા મલિકનાં આ ટ્વિટને જોઇને સ્વરા ભાસ્કરે તેને જોરદાર જવાબ આપ્યો છે. તેણે વીણા મલિકને ટૈગ કરતા લખ્યું કે, “વીણાજી, ધિક્કાર છે તમારા પર અને તમારી બીમાર માનસિકતા ઉપર. તમારી ખુશી નિર્લજ્જ છે. અમારો જવાન હીરો, બહાદૂર, વિનમ્ર અને પકડાયો હોવા છતા સમ્માનિત છે.’ આ પહેલા પણ વીના મલિકે ભારત સામે ઝેર ઓગળ્યું હતુ. ઉપરા ઉપરી કરવામાં આવેલા 2 ટ્વિટમાં વીનાએ લખ્યું હતુ કે, ‘અમે તમને સરપ્રાઇઝ આપશું.’ એક અન્ય ટ્વિટમાં તેણે એક ગીત શેર કરતા તેનું ટાઇટલ લખ્યું હતુ, ‘એ દુશ્મન-એ-વતન, હમ તુમ્હેં તોહ્ફા દેંગે.’