રાખી સાવંત એક અસંસ્કારી, હલકી અને વિકૃત મહિલા છે, જાણો કઈ એક્ટ્રેસે કર્યું આ નિવેદન...
નવી દિલ્હીઃ રાખી સાવંત અને તનુશ્રી દત્તાની વચ્ચે વિવાદ ખત્ન થવાનું નામ નથી લઈ રહ્યો. રાખી સાવંતે તનુશ્રીને લેસ્બિયન અને ડ્રગ એડિક્ટ ગણાવી તો તનુશ્રીએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. તનુશ્રીએ બન્ને વાતને નકારતા રાખી પર જ પ્રહાર કર્યો હતો. રાખીને અભણ અને ડાઉનમાર્કેટ ગણાવતા તનુશ્રીએ કહ્યું કે, તેને ક્રિશ્ચિયન બનાવવા માગતી હતી રાખી સાવંત પરંતુ તે તેમ ન કરી શકી, માટે તેના વિશે ખોટી વાતો ફેલાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતનુશ્રીએ રાખી વિશેના સવાલનો જવાબ આપતા કહ્યું કે, 'મારા માતા પિતાએ હમેશા મને કહ્યું છે કે, તુ તારા મિત્રો ઘણી જ ચીવટથી પસંદ કરજે. અને હું તેમની આ સલાહ પર જ ચાલી છે. હું અમુક લોકોથી હમેશાં દૂર રહી છું જેઓ મારા માટે સારા નથી તેથી આવા ઘણી જ ધૃણાસ્પદ છે જ્યારે અસંસ્કરી, અભણ, ગંદા, ડાઉન માર્કેટ, ક્લાસલેસ, કેરેક્ટર લેસ, વિકૃત, હલકી કક્ષાનાં, અપમાન જનક જેવા કે રાખી સાંવત એવી વાત કરતાં હોય કે તે મારા મિત્ર છે.'
હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રાખી સાવંતે તનુશ્રીને લેસ્બિયન ગણાવી હતી, અને કહ્યું હતું કે, તનુશ્રી અંદરથી એક યુવક છે અને તેણે ઘણી વખત રાખીનો રેપ કર્યો છે. તનુશ્રીએ ઉમેર્યુ કે, મારા મુંડનને લેસ્બિયન સાથે સરખાવવું તે હિન્દુ રિતી રિવાજોનું ગંભીર રીતે અપમાન કરવા સમાન છે. તને શરમ આવવી જોઇએ રાખી.
તનુશ્રીએ પોતાને લેસ્બિયન કહવે બાદલ રાખીનો ઉધડો લીધો હતો અને કહ્યું હતુ કે, 'મે મારુ માથુ મુંડન કરાવ્યું એટલે તે મને લેસ્બિયન કહે છે. હિન્દુ અને બુદ્ધિસ્ટ ટ્રેડિશન પ્રમાણે, જ્યારે કોઇ વ્યક્તિને દિક્ષા લેવાની હોય કે પછી તે યોગીક સાધના તરફ વળતુ હોય તો તેની ઓળખને ભુલાવવા અને ભુસવા માટે તેનાં વાળ ઉતારવામાં આવે છે. તેની તમામ એશો આરામની વસ્તુનો ત્યાગ કરાવવામાં આવે છે.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -