ટેલિવૂડ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ છે. સિરિયલના દરેક પાત્રો તેની આગવી અદાથી દર્શકોને શો સાથે જકડી રાખવામાં સક્ષમ છે. જો કે દયાભાભીનું પાત્ર શોમાં કેન્દ્ર સ્થાને છે. શોમાં દયાભાભી ગાયબ હોવાથી દર્શકો તેને મિસ કરી રહ્યાં છે અને દયાભાભીની વાપસીની પણ અટકળો સેવાઇ રહી છે. આ મુદે શોના અંજિલી ભાભી એટલે કે સુનૈના ફોજદારે એક સ્પષ્ટતા કરી છે.



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીની ભૂમિકા અદા કરતી સુનૈના ફોજદારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘શો માત્ર કોઇ એક વ્યક્તિને લઇને નથી ચાલતો, આજે પણ શો એટલો જ લોકપ્રિય છે. તેનો અર્થ એ છે કે, શોમાં બધા જ કલાકારોનું પર્ફોમન્સ બેસ્ટ છે’



સુનૈના ફોજદારે કહ્યું કે, ‘શોની સફળતા અને લોકપ્રિયતા માટે માત્ર એક જ વ્યક્તિને શ્રેય ન આપી શકાય’
શોમાં દયાભાભીની વાપસી વિશે જ્યારે સુનૈનાને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, ‘આ મુદ્દે તો સ્પષ્ટ જવાબ અસિત મોદી જ આપી શકશે’



સુનૈના ફોજદારે  ઇન્ટરવ્યુ દરમિયાન વાત કરતા જણાવ્યું કે, ‘આ શોમાં દરેક આર્ટિસ્ટ તેનું 100 ટકા આપી રહ્યાં છે. જેના કારણે આજે પણ શો લોકપ્રિય છે.  તેમ છતાં પણ  કોઇ એક કેરેક્ટરને મહત્વ આપવું મને યોગ્ય નથી લાગતું. બધા જ દર્શકોની પસંદગી અલગ અલગ હોય છે અને તેના પસંદગીના પાત્રો પણ અલગ- અલગ હોય છે. આ જ કારણે આ શો હજું પણ લોકપ્રિય છે.