મુંબઈઃ નાના પડદાનો ચર્ચિત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં દયાબેનની ભૂમિકાને કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ દિશા વાકાણને રિપ્લેસ કરવાની ચર્ચા સામે આવી હતી. ત્યાર બાદ શોના નિર્માતાએ પણ પુષ્ટિ કરી હતી કે નવા દયાબેનની શોધખોળ શરૂ થઈ ગઈ છે. દયાબેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી ઘણાં સમયથી શોમાંથી ગાયબ છે અને તેની વાપસીની પણ કોઈ જાણકારી સામે આવે નથી.

દિશા વાકાણીએ નવેમ્બર 2017માં દીકરને જન્મ આપ્યો હતો અને ત્યારથી તે મેટરનિટી લીવ પર છે. એવામાં હવે દર્શકોના મનમાં પ્રશ્ન છે કે આખરે કોણ દયાનું સ્થાન લેશે. આવો જાણી એવી અભિનેત્રીઓ વિશે જે દયાના પાત્રમાં ફીટ બેસે છે અને તે દયાનું સ્થાન લે તેવી શક્યતાઓ વ્યકત થઇ રહી છે.



શિલ્પા શિંદે: દયાબેનના પાત્ર માટે લોકોના મનમાં સૌથી પહેલું નામ આવે છે શિલ્પા શિંદેનું. પરંતુ શિલ્પા શિંદેને ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગુરી ભાભીના રોલ દ્વારા ઓળખ મળી. બિગ બોસ સિઝન-11 ઉપરાંત ઘણી સીરિયલ્સ કરી ચૂકી છે.



સુમોના ચક્રવર્તી: ધ કપિલ શર્મા શો માં ભૂરીનો રોલ અદા કરનાર એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી પણ દયાબેનની ભૂમિકા સરળતાથી ભજવી શકે છે. સુમોનાને કપિલ શર્માના શો માં તેમની પત્નીનો ભૂમિકા અદા કરવાના કારણે ઘણી પ્રસિદ્ધી મળી ચુકી છે.



સુગંધા મિશ્રા: કપિલ શર્મા શોની કોમેડિયન સુગંધા મિશ્રા પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેનનો રોલ કરી શકે છે. સુગંધાને ટીવી પર કપિલ શર્માના શો માં ટીચરની ભૂમિકા માટે ઘણી પ્રસિદ્ધી મળી હતી.