ધમાકેદાર અંદાજમાં વાપસી કરવા તૈયાર છે કપિલ શર્મા, ‘ફિરંગી’ની રિલીઝ ડેટ જારી
‘ફીરંગી’ એક નાના શહેરના છોકરાની વાર્તા છે, જે એક NRI છોકરીના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મમાં ઈશિતા અને મોનિકા ગિલ મહત્વના રોલ ભજવી રહી છે. થોડા દિવસો પહેલા પોતાના શોમાંથી બ્રેક લેનારો કપિલ હવે ટૂંક સમયમાં ‘ફિંરગી’ના પ્રમોશનમાં વ્યસ્ત થઈ જશે. આ ફિલ્મનું નિર્દેશન રાજીવ ડિંગરાએ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કપિલે રાજીવને પોતાના શોમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે અપોઈન્ટ કર્યો હતો પણ કહેવાયું હતું કે, રાજીવ ટીમને કન્ટ્રોલ કરી શક્યો નહોતો અને ડેડલાઈન પૂરી થઈ ગઈ. આના પરિણામે શોની ક્વોલિટી પર અસર પડ્યો હતો અને TRP ઘટી ગઈ. આનાથી શોના ઘણા બધા સભ્યો સાથે રાજીવના મતભેદ થયા પણ કપિલે રાજીવ પાસે જ પોતાનો શો ડિરેક્ટ કરાવ્યો.
આ ફિલ્મનું ટીઝર પોસ્ટરમાં યુનાઈટેડ કિંગડમ (UK) રાષ્ટ્રીય ધ્વજ દેખાડવામાં આવ્યો છે. આ પોસ્ટરને ફિલ્મની એક્ટ્રેસ ઈશિતા દત્તા અને કપિલની કથિત ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથે રિટ્વીટ કર્યું છે. ટીઝર પોસ્ટરમાં કપિલ તો નથી દેખાઈ રહ્યો પણ ફિલ્મની રિલીઝ ડેટ જણાવવામાં આવી છે. આ ફિલ્મ 10 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ કોમેડિયન કપિલ શર્માને ફરી જોવા માગતા ફેન્સ માટે ખુશખબર છે. હાલમાં કપિલ શર્માની નાના પડદે વાપસી નથી થવા જઈ રહી પરંતુ 10 નવેમ્બરે કપિલની ફિલ્મ ફિરંગી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહી છે. કપિલ શર્માની ફિલ્મ ફિરંગીનો લોગો જારી કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ 10 નવેમ્બરે રિલીઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -