Taarak Mehta Ka Ooltah Chashmah, ટીવીની દુનિયાની સૌથી પૉપ્યૂલર સીરિયલોમાંની એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિવસો ખરાબ ચાલી રહ્યાં છે. તાજેતરમાં જ ખબર સામે આવી છે કે, શૉના સ્ટાર કેરેક્ટર મહેતા સાહેબ એટલે કે શૈલેષ લોઢાએ શૉ છોડી દીધો છે, એટલે કે હવે મહેતા સાહેબ સીરિયલમાં નહીં દેખાય. 


એક નવા રિપોર્ટમાં સામે આવ્યુ છે કે, એક્ટર શૈલેષ લોઢા હવે તારક મહેતા શૉમાં નહીં દેખાય. જોકે, એપિસૉડના અંતમાં આવનારા પોતાના મોનોલૉગ માટે તે હજુ પણ શૂટ કરી રહ્યાં છે. 


પ્રૉડ્યૂસરનો કૉન્ટ્રાક્ટ છે કારણ - 
ઇ-ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, શૈલેષ લોઢાના અલગ થવા પાછળનુ કારણે પ્રૉડ્યૂસર અસિત મોદી (Asit Modi) નો એક કૉન્ટ્રાક્ટ છે. કૉન્ટ્રાક્ટના હિસાબથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર્સ જ્યાં સુધી શૉ કરી રહ્યાં છે, તે બીજુ કોઇ કામ નથી કરી શકતા, પછી ભલે તે મહિનાના 17 દિવસ ખાલી હોય, આ જા કારણ છે કે કેટલાય એક્ટરો શૉથી ખુશ નથી અને તેમને શૉ છોડી દીધો છે.  


ખાસ વાત છે કે, તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષને શૉ માટે 15 દિવસથી વધુ સમય ન હતો આપવો પડો, એટલા માટે તે પોતાના બાકી બચેલા સમયમાં કવિતા વાળા શૉ આપવો ઇચ્છતો હતો. તારક મહેતાના પ્રૉડ્યૂસર અસિત મોદીએ તેમને સ્પષ્ટ કહી દીધુ તે તેની આ રિક્વેસ્ટ નથી માની શકતા. કેમ કે પછી તેમને બાકીને એક્ટરોના કૉન્ટ્રાક્ટમાં પણ માત્ર તેમની સાથે કામ કરવાના નિયમો બદલવા પડશે. 


રિપોર્ટ્માં કહેવામાં આવ્યુ છે કે કૉન્ટ્રાક્ટ હવે એવા કેટલાક એક્ટરો માટે મુશ્કેલી પેદી કરી રહ્યો છે, જે શૉ પછી બાકી બચેલા સમયમાં ખાલી નથી બેસવા માંગતા. આવા કારણોસર પ્રૉડ્યૂસર એક્ટરોને તકરાર પણ થઇ છે. 


આ પણ વાંચો..........


ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી


CWG 2022 IND vs PAK: બેડમિન્ટનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, જાણો શું રહ્યો સ્કોર


Health tips: મખાના ખાવાથી થાય છે ઘણા ફાયદા, જાણો તેના વિશે


Swine Flu: અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, આ વિસ્તારમાં નોંધાયા બે પોઝિટીવ કેસ


India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર


India Corona Cases Today: ભારતમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 5 ટકાને પાર