Rupali Ganguly: સ્ટાર પ્લસની પૉપ્યૂલર સીરિયલ અનુપમામાં અનુપમાની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે રોમાન્ટિક તસવીરોને લઇને ચર્ચામાં આવી છે. સ્ટાર પ્લસનો શૉ અનુપમા આજકાલ હાઇ વૉલ્ટેજ ડ્રામા વાળો બની ગયો છે. આ બધાની વચ્ચે અનુજ અને અનુપમા રોમાન્સ કરવાનુ નથી ભૂલતા. હવે કંઇક એવી તસવીરો સામે આવી છે, જેમાં અનુપમા પોતાના અનુજને છોડીને અર્જૂન બિજલાણી સાથે રોમાન્સ ફરમાવી રહી છે.


ખરેખરમાં, રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની અને અર્જૂન બિજલાણીની શાનદાર બૉન્ડિંગ જોવા મળી રહી છે. બન્નેની તસવીરોમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે, જેને જોઇને કોઇપણ એ જ સવાલ કરશે કે, આ મામલો શું છે ?


રૂપાલી ગાંગુલીએ જે તસવીર શેર કરી છે, તે રવિવાર વિધ સ્ટાર પરિવારના સેટની છે, જ્યાં અર્જૂન બિજલાણી આ શૉને કાસ્ટ કરી રહ્યો છે, ત્યાં અનુપમાની આખી ટીમ છે. આવામાં જ્યારે રૂપાલી ગાંગુલી અને અર્જૂનને સમય મળ્યો, તો તેમને સાથે તસવીરો ક્લિક કરાવી, આ લેટેસ્ટ તસવીરોમાં બન્નેની વચ્ચે શાનદાર બૉન્ડિંગ જોવા મળી રહી છે. તસવીરો શેર કરતા રૂપાલી ગાંગુલીએ અર્જૂન બિજલાણીના હૉસ્ટિંગની જોરદાર પ્રસંશા કરી છે. 






રૂપાલી ગાંગુલી અને અર્જૂન બિજલાણીની તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, સાથે જ કૉમેન્ટનો વરસાદ થતો પણ જોઇ શકાય છે. તાજેતરમાં જ રૂપાલી ગાંગુલીએ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા કેટલાક કિસ્સા શેર કર્યા હતા, તેમને બતાવ્યુ હતુ કે એક્ટ્રેસ બન્યા પહેલા તેને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો.


















---


આ પણ વાંચો.......... 


Aadhaar Voter ID Link: 1 ઓગસ્ટથી, ચૂંટણી પંચ આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે! જાણો તેની સરળ પ્રક્રિયા


Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ


FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ


Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત


BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો


આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા