Jai Bhanushali-Mahhi Vijj Lost Their One Baby: જય ભાનુશાળી અને માહી વિજને શરૂઆતથી જ બાળકો ગમતા હતા. જેથી તેઓએ તેમની નોકરાણીના બે બાળકો રાજવીર અને ખુશીને દત્તક લીધા હતા. ત્યારબાદ 2019માં માહી વિજ પ્રેગ્નન્ટ થઈ અને તેણે દીકરી તારાને જન્મ આપ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે, તે સમયે તારા માતા માહીના ગર્ભમાં એકલી જ નહોતી. માહી વિજ જોડિયા બાળકોની માતા બનવાની હતી.


માહી વિજ IVF દ્વારા માતા બની હતી


માહી વિજ IVF દ્વારા માતા બની હતી. હાલમાં જ માહી વિજે તેની IVF જર્ની તેના ચાહકો સાથે શેર કરી હતી. તેની સાથે તેણે એક મોટો ખુલાસો કર્યો હતો કે, તેને બે બાળકો થવાના હતા. તે ટ્વિન્સની માતા બનવાની હતી. માહીએ જણાવ્યું હતું કે, 33 વર્ષની ઉંમરે મેં 3 વખત IVF સાઇકલ પ્રોસેસ કરી હતી જે વ્યર્થ ગઈ હતી. પછી મેં મારા ઘરે આ વિશે કહ્યું હતું કે અને થોડો સમય બ્રેક લીધો. કારણ કે, હું બેક-ટુ-બેક એક્ઝિટ અને ટ્રાન્સફરના રિટ્રાઈવલ સેશન્સથી કંટાળી ગઈ હતી અને આવું ઘણી વખત બન્યું હતું. જ્યારે અમને આ અંગે કોઈ જાણકારી ન હતી. અમે ડૉક્ટરો પર નિર્ભર હતા.


ફરી માતા બનવાનો કર્યો પ્રયત્ન


અમારા ડોકટરો ખૂબ સારા હતા. તેમણે મને ફરી એક વાર બીજે ક્યાંક પ્રયાસ કરવા કહ્યું હતું. તેથી મેં મારા ડૉક્ટરને બદલી નાખ્યા. પછી મેં 36 વર્ષની ઉંમરે ફરી એકવાર તેનો પ્રયાસ કર્યો. ડોક્ટરે મારી જૂની હિસ્ટ્રી જોઈ, એન્ડોસ્કોપીમાં તપાસ કરી કે, કેમ બરાબર નથી બેઠો. તેમણે મારા કેસમાં જરા પણ ઉતાવળ કરી નહોતી જેમ કે, મોટાભાગના ડોકટરો કરતા હોય છે. તેમણે કહ્યું હતું કે, મારા ગર્ભાશયની લાઈનિંગ 8 મીમી હોવી જોઈએ. કારણ કે, એક અઠવાડિયાની લાઈનિંગ બેબીને હોલ્ડ શકતી નથી.


જ્યારે માહીએ બધું ભગવાન પર છોડી દીધું હતું


ત્યાર બાદ મારી સાયકલ શરૂ થઈ, તેથી મેં ડોકટરોના કહેવા પ્રમાણે કર્યું. તેવામાં તરુએ ક્લિક કર્યું. હું ગુરુદ્વારા ગઈ અને મેં બધું તેમના પર છોડી દીધું હતું. 20 દિવસ બાદ જ્યારે મેં ફરીથી ચેકઅપ કરાવ્યું, ત્યારે મને જાણવા મળ્યું કે, પ્રક્રિયા આગળ વધી ગઈ છે.


મને મારા એક મિત્ર દ્વારા રિપોર્ટ્સ મંગાવ્યા, જયએ મને કહ્યું હતું કે, મારા પેટમાં જોડિયા બાળકો છે. તેથી હું રડવા લાગી. મેં આ વાત મારા માતા-પિતા અને નજીકના મિત્રોને જણાવી અને પ્રાર્થના કરી. પહેલા ત્રિમાસિકમાં હું પથારીવશ હતી. હું માત્ર સોનોગ્રાફી માટે જતી, નર્સ ઘરે ઈન્જેક્શન આપવા આવતી. મેં બધું છોડી દીધું હતું, મેં મારી જાતને સોશિયલ મીડિયાથી પણ દૂર કરી દીધી હતી.


માહીએ જણાવ્યું હતું કે, IVFમાં એકથી વધુ બાળકો થવાની સંભાવના રહેતી હોય છે. અમારી તારુ એ પ્લસ હતી અને બીજું બાળક એ હતું. પરંતુ તે બાળક બચી શક્યું નહીં. ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે, સારું છે કે બીજા બાળકને કોઈ નુકસાન નથી થયું. આ સ્થિતિમાં અમે સ્વીકાર્યું કે, બંને આપણા નસીબમાં નથી, પરંતુ બેમાંથી એક તો છે જ.


https://t.me/abpasmitaofficial