She Season 2: બાબા નિરાલાના ચુંગાલમાંથી છુટીને પમ્મી પહેલાવાન (Aditi Pohankar) 'આશ્રમ'માંથી બહાર નીકળી તો ગઇ છે, પરંતુ એવા જાળમાં ફસાઇ ગઇ છે કે તેમાંથી પમ્મીનુ નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. પમ્મી સીધી સાદી સિમ્પલ લાઇફ જીવીને આમ તેમ ભાગી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે પમ્મીનો હૉટ એન્ડ સેક્સી અવતાર સામે આવ્યો છે.

Continues below advertisement


પમ્મી પહેલાવાન ઉર્ફે અદિતી પોહનકરે વેબ સીરીઝ 'શી' સિઝન 2 માં જોવા મળી છે. આ વેબ સીરીઝના કેટલાય વીડિયો સામે આવ્યા છે, જેમાં પમ્મી પહેલાવાન રિવિલિંગ કપડાં પહેરીને ઇન્ટીમેટ સીન આપતી દેખાઇ રહી છે. પમ્મીનો આ લૂક તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. બાબા નિરાલાના આશ્રમની સીધી સાદી પમ્મી હવે સેક્સી અને હૉટ લૂક વાળી બની ગઇ છે. 






પમ્મી પહેલવાનના ભરપુર ઇન્ટીમેટ સીન્સ 
શી વેબ સીરીઝમાં પમ્મી પહેલાવાન એક સીનિયર કૉન્ટેબલ ભૂમિની ભૂમિકા નિભાવી રહી છે. આ વેબ સીરીઝના ટ્રેલરમાં જોઇ શકાય છે કે પમ્મી પોતાના છેલ્લા મિશન પર નીકળી છે, આ મિશનમાં પોતાની ઓળખ બદલીને એટલી બૉલ્ડ થઇ જાય છે કે તેને એક પછી એક બૉલ્ડ અને ઇન્ટીમેટ સીનની ભરમાર આપી દીધી છે. પમ્મીએ આ વીડિયોને ખુદ શેર કર્યો છે, તેને કેપ્શનમાં લખ્યું- ભૂમિ બદલેગી યા ફિર જિંદગી ? લેકિન ઇતના જરૂર હૈ કે યે સબ અચ્છે કે લિયે હો રહા હૈ. જુઓ શી સિઝન 2 જે 17 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે વેબ સીરીઝ શીમાં એક્ટ્રેસ અદિતી પોહનકરે જબરદસ્ત ઇન્ટીમેટ સીન આપીને દર્શકોને જકડી રાખવાનો પ્રયાસ કર્યો છે.






અસલ જિંદગીમાં આશ્રમ 3ની ભૂમિકામાં પમ્મીની જેમ તે સિમ્પલ બિલકુલ નથી, અને હંમેશાથી કિલર લૂકનો જલવો બિખેરતી રહે છે. અદિતી પોહનકર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના હૂસ્નના જલવાથી લાઇમલાઇટમાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે અદિતિ પોહનકરે 12-20 લાખ રૂપિયાની વચ્ચે ફી લીધી છે. ખાસ વાત છે કે, તેની તસવીર શેર થતાં જ વાયરલ થઇ જાય છે. બૉલ્ડ લૂકમાં ફેન્સે તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે કે આ આશ્રમની પમ્મી છે કે બીજુ કોઇ.