મુંબઇઃ ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લાખો દર્શકો છે, એટલુ જ નહીં સીરિયલના તમામ પાત્રોના પણ લાખો ફેન્સ છે. આમાં સૌથી વધુ બબિતાજી અને જેઠાલાલના પાત્રને લઇને ચર્ચા થતી રહે છે અને ફેન્સ પણ આ બન્ને પર અપડેટ વિશે આતુરતાથી રાહ જોતા રહે છે. તાજેતરમાં જ બબિતા જી ઉર્ફે એક્ટ્રેસ મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક જબરદસ્ત ડાન્સ વીડિયો શેર કર્યો છે જેને ફેન્સ ખુબ લાઇક કરી રહ્યાં છે, વળી કેટલાક કૉમેન્ટ પણ કરી રહ્યાં છે.
એક્ટ્રેસ મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસને એકદમ સેક્સી લૂક જોવા મળી રહ્યો છે. રેડ શોર્ટ ડ્રેસમાં મુનમુને ગજબના ડાન્સ અને એક્સપ્રેશન આપ્યા છે, આ મૂવ્ઝ ઇંગ્લિશ સૉન્ગ પર છે. આ વીડિયો વાયરલ થતાં જ ફેન્સને જેઠાલાલની યાદ આવી ગઇ છે. લોકો કૉમેન્ટ કરવા લાગ્યા છે. એક ફેને લખ્યું- શું વાત છે મેડમ, તમે ખૂબ જ ટેલેન્ટેડ છો, જ્યારે બબીતાજીના અન્ય એક ફેને કોમેન્ટ કરતા કહ્યું- શું જેઠાજીએ વીડિયો જોયો ?
ઉલ્લેખનીય છે કે, હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાંથી બબિતા જી ઉર્ફે મુનમુન દત્તા બહાર નીકળી ગઇ છે.
--- -
આ પણ વાંચો..........
Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી
Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ
સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે
High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું