Anupama Show: ટીવીના સૌથી પૉપ્યૂલર અને નંબર વન શૉ 'અનુપમા' (Anupama) ને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ શૉ હાલમાં ટીઆરપી લિસ્ટમાં ટૉપ પર છે, આ શૉના દરેક કેરેક્ટરે લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ છે કે આ શૉમાં એક મોટુ ટ્વીટ્સ આવી રહ્યું છે એટલે કે મોટા ફેરફાર બાદ શૉમાંથી એક એક્ટર શૉ છોડવાની કહાની બતાવવામાં આવીશે.
ખરેખરમાં, જ્યારથી રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર સીરિયલ 'અનુપમા'નો (Anupamaa) નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે ત્યારથી ફેન્સ ચિંતામાં મૂકાયા છે. પ્રોમોમાં અનુજ કપાડિયાની (Anuj Kapadia) ફોટો ફ્રેમ દિવાલ પરથી પડ્યા બાદ તૂટતી દેખાડવામાં આવી હતી. આના પરથી લોકો વિચારી રહ્યાં છે કે શું શૉમાં મોતની કહાની બતાવામાં આવશે.
ઈન્ડિયન એક્સપ્રેસ ડોટ કોમને આપેલા ઈન્ટરવ્યૂમાં ગૌરવ ખન્નાએ જણાવ્યું હતું કે, સીરિયલમાં અનુજનું મોત દેખાડવામાં આવશે કે કેમ તે વિશે હાલ કંઈ કહી શકે નહીં. જો કે, અનુજના મોત વિશે સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ્સ તેણે વાંચી હતી. તેણે ઉમેર્યું હતું કે, હાલ તે સંપૂર્ણ ગૌરવ રીતે અનુપમા અને ચેનલને કમિટેડ છે. તેને પ્રોડ્યૂસર રાજન શાહીના વિઝન પર પૂરો ભરોસો છે. ટ્રેકમાં આગળ શું છે તે વિશે તેને ખરેખર જાણ નથી. દર્શકો માત્ર રાહ જુએ અને શો જુએ તેમ તે ઈચ્છે છે.
આ પણ વાંચો.........
Weight Loss: સ્પોટ વેઈટ લોસ શું છે, શું કોઇ એક જ શરીરના ભાગમાંથી વજન ઓછું કરી શકાય છે?
Breakfast tips : નાસ્તાના મેનુમાં આ 5 ફૂડને સામેલ કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા
ITR Filing Last Date: 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરી દો ITR, 1 ઓગસ્ટથી લાગશે આટલો દંડ
Wrinkles Home Remedy: 30 વર્ષ બાદ ચહેરા પર પડવા લાગી છે કરચલીઓ, તો અપનાવો આ સરળ કારગર ઉપાય