Saloni Daini: નાના પડદાની 'ગંગૂબાઇ' (Gangubai) એ પોતાના જૉક્સ અને કૉમિક ટાઇમિંગથી બધાને ખુબ હંસાવ્યા હતા, હવે તે મોટી થઇ ગઇ છે. બાળપણમાં ગોળમટોળ દેખાતી સલોની દૈની આજે ખુબ મોટી અને હૉટ બૉમ્બ બની ગઇ છે. એક્ટ્રેસ હવે એકદમ સ્ટાઇલિશ અને ફિટ છે. 'કૉમેડી સર્કસ'માં દેખાતી સલોની દૈનીનું ટ્રાન્સફોર્મેશન જોઇને લોકો દંગ રહી ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી એક ગ્લેમરસ અને હૉટ તસવીરો ચર્ચાનો વિષય બની છે.
'ગંગૂબાઇ'નુ આખુ નામ સલોની દૈની છે. સલોની હવે એકદમ મોટી થઇ ગઇ છે, તે 20 વર્ષની થઇ ગઇ છે અને સોશ્યલ મીડિયા પર તેની બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરો પણ અવેલેબલ છે. સલોની દૈનીએ કમાલનુ ટ્રાન્સફોર્મેશન કર્યુ છે, તેને માત્ર 8 મહિનામાં જ લગભગ 22 કિલો વજન ઉતારીને પોતાના બેડોળ ફિગરને ટૉન્ડ ફિગરમાં મેન્ટેન કરી દીધુ છે.
સલોની દૈનીએ માત્ર 3 વર્ષની ઉંમરમાં એક્ટિંગ અને ટીવી શૉમાં કામ શરૂ કર્યુ હતુ, તે એક ઓવરવેટ ચાઇલ્ડ એક્ટર હતી, જેના કારણે તેનુ ખુબ ટ્રૉલિંગ પણ થતુ હતુ, પરંતુ તે આજે એકદમ સ્ટાઇલિશ દેખાય છે.
સલોની દૈની એકસમયે 80 કિલોની હતી અને હવે તે પોતાના ટૉન્ડ ફિગરને ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ જીત રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ગ્લેમરસ તસવીરો છે. ખાસ વાત છે કે, એક્ટ્રેસ સલોની દૈની લૉકડાઉનમાં પોતાનો ફિટનેસ ગૉલ બનાવ્યો, અને તેને પુરો કર્યો, બેબીથી બેબ્સ બન્યા બાદ તેનુ ઇન્સ્ટાગ્રામ ફોલોઇંગ ખુબ વધી ગયુ છે.
વજન ઉપરાંત સલોની દૈનીએ પોતાની ફેશન અને સ્ટાઇલને હમણાં જ અપડેટ કરી છે. સલોની દૈની પોતાના કેરેક્ટર 'ગંગૂબાઇ'થી ઘરે ઘરે જાણીતી બની હતી, આજે પણ તેના લાખો ચાહકો છે.