મુંબઇઃ ટીવી અને ફિલ્મી દુનિયામાં લગ્ન બાદ છુટાછેડા સામાન્ય વાત બની ગઇ છે, છેલ્લા કેટલાક સમયમાં ઘણા બધા હીરો-હીરોઇનોએ પોતાના લગ્નજીવનો અંત આણી લીધો છે. હવે આ કડીમાં વધુ એક એક્ટરનુ નામ ઉમેરાઇ શકે છે. ટીવીની દુનિયાનો પૉપ્યૂલર એક્ટર રોહિત ભારદ્વાજ હવે પોતાના લગ્ન જીવને સમાપ્ત કરી શકે છે. 


રોહિત ભારદ્વાજે ટીવીની પૉપ્યુલર સીરિયલ મહાભારત (Mahabharata)માં યુધિષ્ઠિરની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે લોકપ્રિયતા હાંસલ કરી છે. હાલમાં એક્ટરે નાના પડદા પરથી દુરી બનાવી લીધી છે અને તેનુ કારણ છે પર્સનલ લાઇફ, અને પત્ની સાથે સતત ચાલી રહેલો અણબનાવ. રોહિત ભારદ્વાજ (Rohit Bhardwaj) એ હવે પોતાની પર્સનલ લાઇફને લઇને મોટો ખુલાસો કર્યો છે. એક્ટરે એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે તે બહુ જલદી પત્નીથી અલગ થવાનો છે, કેમ કે તેની પર્સનલ લાઇફની અસર હવે તેની પ્રૉફેશનલ લાઇફ પર પણ પડી રહી છે. 


એક ઇન્ટરવ્યુમાં એક્ટરે બતાવ્યુ કે, હાલમાં એક્ટરના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. ઈન્ટરવ્યુમાં અભિનેતાએ જણાવ્યું કે 2017માં ઈન્ડોનેશિયાની યાત્રા પરથી પાછા આવ્યા બાદ તેની અને તેની પત્ની પૂનમ વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી. મહાભારતના અભિનેતા કહે છે કે લગ્ન પછી પત્ની પૂનમ સાથે બધુ બરાબર નથી, ઈન્ડોનેશિયા પ્રવાસેથી પરત આવ્યા બાદ બંને વચ્ચેની મુસીબત થોડી વધી ગઈ હતી. વધતા જતા અંતર વચ્ચે મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો અને રોહિત છેલ્લા ચાર વર્ષથી પત્ની વગર એકલો જીવન જીવી રહ્યો છે. પૂનમ-રોહિતના છૂટાછેડાને લગભગ 2 મહિના જેટલો સમય લાગશે.






દુ:ખની વાત એ છે કે પૂનમ સાથેના સંબંધોમાં અંતરના કારણે તે તેની પુત્રીથી પણ દૂર થઈ ગયો છે. પૂનમ અને રોહિતને 10 વર્ષની પુત્રી છે. જે તેની માતા સાથે દિલ્હીમાં રહે છે. બે વર્ષથી રોહિતે દીકરીનું મોઢું જોયું નથી. અંગત જીવનની આ ગૂંચવણો વચ્ચે રોહિતની પ્રોફેશનલ લાઈફ બગડી રહી છે. પરંતુ તેને આશા છે કે તે જલ્દી જ ધમાકેદાર કમબેક કરશે.