Sharvari Wagh, બૉલીવુડ એક્ટ્રસ શર્વરી વાઘ (Sharvari Wagh) આજકાલ ફરીથી ચર્ચામાં છે, આ વખતે તે નવા ફોટશૂટના કારણેચ ચર્ચામા છે, તાજેતરમાં જ તેની બ્લેક કટ ગાઉનમાં લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ લૂકમાં શર્વરી વાઘ જીક્યૂ એવોર્ડ ફન્ક્શનમાં સામેલ થવા પહોંચી હતી, જ્યાં દરેકની નજર એક્ટ્રેસના લૂક પર ચોંટી હતી.
બ્લેક ગાઉનમાં શર્વરી વાઘ સુંદર લાગી રહી હતી, તસવીરોમાં તમે તેનો આ નવા લૂક જોઇ શકો છો, તેને બ્લેક આઉટફિટમાં ઉર્ફી જાવેદની કૉપી કરી હતી. ફેન્સ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવા લાગ્યા હતા.
આ બ્લેક કટ આઉટ બ્લેક ડ્રેસમાં તે એકદમ ગૉર્ઝિયસ લાગી રહી હતી. એક્ટ્રેસ ડ્રેસ પર ગૉલ્ડન એક્સેસરીઝ કેરી કરી અને તેને ગ્રેસફૂલ બનાવ્યુ હતુ. રિવીલિંગ ગાઉનમાં શર્વરી વાઘ ઉર્ફીને ટક્કર આપી રહી છે, નેટિજન્સ એક્ટ્રેસને બીજી ઉર્ફી જાવેદ કહીને કૉમેન્ટ કરી રહ્યાં છે. લોકો શર્વરી વાઘને ખુબ ટ્રૉલ પણ કરી રહ્યાં હતા.
ખરેખરમાં, થોડાક દિવસો પહેલા જ ઉર્ફી પણ બિલકુલ આવો જ બ્લેક ડ્રેસ પહેરીને સેક્સી અવતારમાં જોવા મળી હતી. શર્વરી વાઘે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે. એક યૂઝરે લખ્યું- લાગે છે કે બધાને ઉર્ફી જાવેદનો તાવ ચઢી ગયો છે.
શર્વરી વાઘ હંમેશા વિક્કી કૌશલને નાના ભાઇ, સની કૌશલની સાથેની ડેટિંગ અફવાઓને કારણે ચર્ચામાં રહી છે.