Taarak Mehta Ka Ooltah Chashmah: કોમેડી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008થી પ્રસારિત થઈ રહી છે. આ દરમિયાન આ સિરિયલમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા. તેમ છતા આ સિરીયલને લોકો દ્વારા ખુબ પ્રેમ કરવામાં આવી રહ્યો છે. આ સિરીયલનમાં એકથી એક કલાકારો પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે, જેમા જેઠાલાલ બનેલા દિલીપ જોષીથી લઈને બાપુજી બનેલા અમિત ભટ્ટ અને બબીતાજી બનેલ મુનમુન દત્તા સામેલ છે. જો કે આજે અમને તમને આ સિરીયલમાં દયા બેનનું પાત્ર નિભાવનાર દિશા વાકાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો કે દિશા વાકાણી 2017થી આ સિરીયલમાં ભાગ નથી.
હકિકતમાં દિશા વાકાણી મેટરનીટી લીવ પર ગઈ હતી અને ત્યાર બાદ તે સિરીયલમાં પરત ફરી નથી. જો કે એવું નથી કે દિશાને સિરીયલમાં પરત બોલાવવાની કોશિશ નથી કરવામાં આવી. રિપોર્ટ પ્રમાણે ઘણીવાર તેમને ઘણીવાર એપ્રોચ કરવા છતા તેઓ સિરીયલમાં કમબેક કરવા રાજી નથી થયા.
તો બીજી તરફ તેઓ તાજેતરમાં બીજી વખત માતા બન્યા છે. આ વચ્ચે અમે તમને જણાવી દઈએ કે, દીશા વાકાણીની કેટલી સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિશા કુલ 37 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. આ સંપત્તિ ફિલ્મો, ટીવી સિરીયલ અને જાહેરાતથી થતી કમાણીને મેળવીને છે.
આ બધાની વચ્ચે એવી પણ ચર્ચા છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સ બહુ જલદી દયાબેનના પાત્ર માટે કોઈ નવી અભિનેત્રીને લાવી શકે છે. ટીવી સિરિયલના મેકર અસિત મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભવે દિશા બેન હોય કે નિશા બેન, અમે દયાના પાત્રને સિરિયલમાં પરત લાવીશુ.
એક સમયે દિલીપ જોશી ઉર્ફ 'જેઠાલાલ' 50 રૂપિયામાં કરતા હતા કામ
મુંબઇઃ દિલીપ જોશીને લોકો જેઠાલાલના નામથી વધુ ઓળખે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી 54 વર્ષના થઇ ગયા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમય સુધી કામ કરીને 'જેઠાલાલ ચંપકલાલ ગડા' તરીકે લોકપ્રિય થયેલા દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. દિલીપ જોશીના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.
દિલીપ જોશી આજે ટીવી ઇન્ડસ્ટ્રીઝના લોકપ્રિય એક્ટર છે. ટીવી સિવાય તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિલીપ જોશીએ હાલમાં લોકપ્રિયતા અને પૈસા કમાયા છે પરંતુ વર્ષો અગાઉ આવું નહોતું. ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષ સુધી કામ કર્યા બાદ પણ દિલીપ જોશીને તે ઓળખ મળી ન હતી જેના તેઓ હકદાર હતા. તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેણે હતાશ અને નિરાશ થઈને એક્ટિંગ છોડવાનો નિર્ણય કરી લીધો હતો પરંતુ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ તેમનું નસીબ બદલ્યુ અને આજે તેઓ એક એપિસોડના લાખો રૂપિયા ફી લે છે.