Rashami Desai On Sidharth Shukla: દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને એક્ટ્રેસ રશ્મિ દેસાઇ (Rashami Desai) ઘણા સમય સુધી એકબીજાની સાથે સંબંધમાં રહ્યા હતા. બન્નેએ સીરિયલ દિલ સે દિલ તકમાં સાથે કામ કર્યુ અને એટલુ જ નહીં બન્ને એકબીજાને ડેટ પણ કરવા લાગ્યા હતા. જોકે, બિગ બૉસ 13માં તેમની વચ્ચેનો સંબંધ ખુબ બદલાઇ ગયો હતો. બન્ને વચ્ચે એટલી બધી કડવાહટ આવી ગઇ હતી કે તે એકબીજાને જોવાનુ પણ પસંદ ન હતા કરતા.
જોકે, તે બન્ને વચ્ચે ગમે તેટલો ઝઘડો થાય છતાં બન્ને એકબીજાન માટે સાથે ઉભા રહેતા હતા. પરંતુ 2 સપ્ટેમ્બર 2021ના દિવસે જ્યારે સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ એટેક અને તેનુ નિધન થઇ ગયુ હતુ. તે સમયે રશ્મિ દેસાઇ તેના ઘરે પહોંચી હતી. ત્યારે ટ્રૉલર્સે તેને નકલી બતાવતા જબરદસ્ત ટ્રૉલિંગ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. હવે એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે તે ત્યાં સુધી ખુબ મજબૂત થઇ ચૂકી હતી અને કદાચ બેરહમ થઇ ગઇ હતી.
‘બીબીસી’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રશ્મિ દેસાઇએ ટ્રૉલ્સને લઇને કહ્યું કે, ત્યાં સુધી મે મારી જાતને ખુબ મજબૂત બનાવી લીધી હતી. કે પછી કદાચ હુ બેરહમ થઇ ગઇ હતી. હું બહજુ ઇમાનદાર થવા માંગીશ કેમ કે આ સમયે મારી જિંદગીમાં ઘણુબધુ ચાલી રહ્યું હતુ, મે જ્યારે સિદ્ધાર્થ સાથે કામ કર્યુ હતુ ત્યારે તેને મે ખુબ નજીકથી જાણ્યો હતો. અમને બન્નેને એકબીજાની વસ્તુઓ ખબર હતી. હું હમેશા તેને કહેતી હતી કે તેના મોટા શરીરમાં એક 10 વર્ષનુ નાનુ બાળક છે, તે બિલકુલ એવુ જ હતુ, તે ફક્ત તેની શરતો પર જીવતો હતો.
‘બાલિકા વધુ’થી રાતો રાત સ્ટાર બની ગયેલા દિવગંત અભિનેતાએ 2 સપ્ટેમ્બર 2021 એ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે