મુંબઈ: લોકપ્રિય ટીવી શો ‘સાથ નિભાના સાથિયા-2’માં કોકિલાબેનના ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. ‘સાથ નિભાના સાથિયા-2’માં કોકિલાબેનના પાત્રથી ફેમસ થયેલા રૂપલ પટેલે સોશિયલ મીડિયા મારફતે ખુલાસો કર્યો કે તેઓ જલ્દી જ આ શોને અલવિદા કહી દેશે.


એક ઈન્ટરવ્યૂ દરમિયાન રૂપલ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સીઝન-2 માં કોકીની ભૂમિકા હવે સમાપ્ત થઈ રહી છે અને મને આ વાતની ખુશી છે કે, પહેલી સીઝનની જેમ જ બીજી સીઝનમાં પણ કોકીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. હવે મારો સફર પૂરો થવા જઈ રહ્યો છે. હું મારા ફેન્સની ખૂબજ આભારી છું.


રૂપલ પટેલે વધુમાં જણાવ્યું કે, કોકોની ભૂમિકા હંમેશા-હંમેશા માટે એગ્ઝિટ થઈ ચૂકી છે. તેની વાપસી હવે ફરી આ શોમાં નહીં થાય. હાં, પરંતુ રૂપલ પટેલની વાપસી નાના પડદા પર અવશ્ય થશે. ફરી કોકીને ભજવવું મારા માટે ખૂબજ સારો અનુભવ રહ્યો અને 8 વર્ષ એક રોલ ભજવ્યા બાદ ફરી એ ભૂમિકા ભજવવી મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ શરૂઆતથી જ નક્કી હતું કે, કોકીનો રોલ એક મહિના માટે જ હતો.