Shilpa Shinde Wedding: અંગૂરી ભાભી શિલ્પા શિંદે હાલમાં સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 14માં જોવા મળી રહી છે. શૉમાં સ્ટંટ કરવાની સાથે શિલ્પા ખૂબ જ મસ્તી કરતી પણ જોવા મળે છે. તેની બબલી સ્ટાઇલ માટે ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. શિલ્પા પોતાની અંગત જિંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. શિલ્પા 49 વર્ષની છે અને વર્જિન છે. શિલ્પાએ હવે લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. તે આ અભિનેતા સાથે લગ્ન કરવા જઈ રહી છે.
આ એક્ટરની બનશે ત્રીજી પત્ની
શિલ્પા પહેલા રોમિત રાજ સાથે લગ્ન કરવા જઈ રહી હતી. તેમની સગાઈ થઈ ગઈ અને કાર્ડ પણ છપાઈ ગયા, પરંતુ છેલ્લી ઘડીએ સંબંધ તૂટી ગયો. જે બાદ શિલ્પાએ લગ્ન વિશે વિચાર્યું ન હતું. પરંતુ હવે લાગે છે કે તે લગ્ન વિશે વિચારી રહી છે. જે અભિનેતા સાથે તેનું નામ જોડાઈ રહ્યું છે તેનું નામ કરણવીર મહેરા છે. કરણવીર બે વાર લગ્ન કરી ચૂક્યો છે પરંતુ તેના બંને લગ્ન સફળ ન થયા. થોડા જ વર્ષોમાં તેમના છૂટાછેડા થઈ ગયા. ખતરોં કે ખિલાડીમાં શિલ્પા અને કરણવીર સાથે જોવા મળે છે. એક સ્ટંટ દરમિયાન કરણવીર કહે છે કે જો અમે આ સ્ટંટ જીતીશું તો લગ્ન કરીશું.
શિલ્પાને કહ્યું આઇ લવ યૂ
જ્યારે કરણે શૉમાં શિલ્પાને આઈ લવ યુ કહ્યું તો અભિનેત્રીએ શરમાતા જવાબ આપ્યો. જોકે, લગ્નના મુદ્દે શિલ્પાએ કહ્યું- નહીં, ગરપડ થઇ જશે. કૉર્ડિનેશનમાં. તો કરણે કહ્યું- નહીં થાય ગરબડ, કરી લેશું. કરણ અને શિલ્પા પહેલાથી જ મિત્રો છે અને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.
શિલ્પા શિંદેએ ભાબીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. શોમાં તેની બોલવાની સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આજે પણ ઘણા લોકો તેમને અંગૂરી ભાભી કહે છે.
આ પણ વાંચો
Look: કરિના કપૂરનો બૉસ લેડી લૂક, 'ધ બકિંઘમ મર્ડર્સ'ના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં એક્ટ્રેસનો કિલર અંદાજ